સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મહામંડળ ભારતીય કૃષિ ભારતીય કૃષિ વેપારીઓ ખેડુતો અને નિષ્ણાંતોને આફ્રિકન દેશો સાથે જોડાવાનું એક મંચ પુરુ પાડે છે. આગમી 19 થી ર1 માર્ચ દરમ્યાન રાજકોટ ખાતે જટઞખ 2021 ઈંક્ષયિંક્ષિફશિંજ્ઞક્ષફહ ઝફિમય જવજ્ઞૂ યોજાશે જેમાં આફ્રિકન દેશો સાથે કૃષિ ક્ષેત્રના કરારો કરવામાં આવશે. આ એકઝીબીશનમાં 100 થી વધુ વિદેશી વ્યાપારીઓ, મુખ્યત્વે આફ્રિકન તથા સાઉથ એશિયન દેશોમાંથી આવનાર છે. આ વ્યાપારીઓ ખેતીને લાગતા સાધનો, સિરામીક, મશીનરી, સોફટવેર, કોમ્પ્યુટર હાર્ડવેર, એલ.ઇ.ડી. લાઇટ, સોલાર સાધનો, ટાઇલ્સ સ્પેર પાર્ટસ ડાઇઝ, કેમીકલ્સ વગેરે વસ્તુઓ ભારતની ખરીદ કરવાના આશયથી આવેછે. આ ઉપરાંત ત્યાંના દેશોમાં ખેતી માટે કરાર થવાની શકયતા છે.
આફ્રિકામાં રહેલ કૃષિ ક્ષેત્રની વિશાળ તકોનો મહત્તમ લાભ કેમ લઇ શકાય? તે માટે આગામી તા. ર0 માર્ચે એન.એસ.આઇ.સી. ગ્રાઉન્ડ આજી વસાહત રાજકોટ ખાતે આંતર રાષ્ટ્રીય મેળા દરમ્યાન એક વિશાળ ખેડુત સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખેડુતો આફ્રિકન દેશોના પ્રતિનિધિઓ વ્યાપારીઓ અને ગુજરાત સરકાર – યુનિવર્સિટીઝના હોદેદારો ચર્ચા કરશે અને માર્ગદર્શન આપવામાં આવશે.
આ ખેડુત સંમેલનમાં હાજરી આપવા આફ્રિકામાં ખેતી કરવા ઇચ્છતા ખેડુતો અને વ્યાપારીઓને જાહેર આમંત્રણ આપવામાં આવે છે. આ પ્રકારનું સૌરાષ્ટ્રમાં યોજાતુ આ પહેલું સંમેલન હોય વધુમાં વધુ લોકોને તેનો લાભ લેવા અનુરોધ કરાયો છે. સેમીનાર કે એકઝીબીશનમાં કોઇ એન્ટ્રી ફી નથી તેમ એક યાદીમાં જણાવાયું છે.