પ્રસંગનો નીતીન વોરાએ લાભ લીધો: ભવ્ય અને નવ્ય યંત્ર આલેખનમાં વિવિધ શહેરોના ભાવિકો જોડાયા
રાાજકોટમાં પ્રથમ વખત ચોવીસ તીર્થકર યંત્ર આલેખનનો પ્રસંગ યોજાયો હતો. જેનો વિવિધ શહેરોના ભાવિકોએ લાભ લીધો હતો. ભકતો અનેરા આયોજનથી અચંબિત થયા હતા અને પ્રસંગની પ્રશસા કરી ધન્યતા અનુભવી હતી.
આજી ડેમ યુગાદીશપુરમ શ્રી નેમી અમૃત ધર્મધુરંધર ધામમાં તાજેતરમાં અવનવા અને અદભુત ચોવીસ તીર્થકર યંત્ર આલેખનો ભવ્ય અને નવ્ય પ્રસંગ પ.પૂ. અનુલયશાશ્રીજી મ.સા. ની નિશ્રામા સંપન્ન થયો છે. જેનો લાભ નીતીનભાઇ લવચંદ વોરા ઉપલેટાવાળા (મેધનાદ ટ્રર્સ એન્ડ ટ્રાવેલ્સ) એ લીધો હતો.
રાજકોટના ભાવુક ભકતો તથા મુંબઇ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી થી ભકતોએ હાજરી આપીને આ યંત્ર આલેખન કર્યુ હતું. ચોવીસ તીર્થકરોની કૃપા ચોવીસ તીર્થકરના દેવ-દેવીઓની સહાય અને નવેગ્રહો સાનુકુળ થનારા આ યંત્રને ઉલ્લાસ ઉમંગથી સ્વગૃહે પધરાવ્યો હતો.આવનારા ભાવિકોના મુખમાંથી એક જ શબ્દો હતા કે આવું યંત્ર આલેખન અમે કયાંય જોયું નથી. યંગ આલેખન થકી જો અંતરમાં અનુભૂતિ થઇ તો જીવનમાં તો જરુરથી થશે જ….