બિપરજોય વાવાઝોડાં વખતે જે ધ્વાજાજી શિખર પર ચડવા નું શક્ય નહોતું બન્યું તે ધ્વાજાજી ને હાલ પુરતી ૬ઠ્ઠી ઘ્વજાજી તરીકે ની મંજુરી મળી
બિપોરજોય વાવાઝોડાને લઈ દ્વારકામાં ત્રણ દિવસ સુધી ધજા બદલાઈ ન હોતી ત્યારે ત્રણ દિવસથી 52 ગજની ધજા ચઢાવવામાં આવી ન હોય વાવાઝોડાને લઈને 15 ધજાઓ પેન્ડિંગ રાખવામા આવી હતી આજે ધ્વાજાજી ને હાલ પુરતી ૬ઠ્ઠી ઘ્વજાજી તરીકે ની મંજુરી મળી છે અને ઇતિહાસમાં પ્રથમ વખત ભગવાન શ્રીદ્વારકાધીશને આજે છ ધ્વજા ચડશે.
ઉલ્લેખનીય છે કે, દ્વારકાનો દરિયો બિપોરજોય વાવાઝોડાને કારણે તોફાની બન્યો હતો. ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હતું કે, સતત ત્રણ દિવસ ધજા ચડી ન હોતી. એટલે કે 52 ગજની 15 ધજા પેન્ડિગ રાખવામાં આવી હતી. જેમાંથી એક ધજાને આજે મંજૂરી મળી છે.
ઈતિહાસ માં પ્રથમ વખત ભગવાન શ્રીદ્વારકાધીશને આજે ૬ ધ્વજાજી ચડશે.બિપરજોય વાવાઝોડાં વખતે જે ધ્વાજાજી શિખર પર ચડવા નું શક્ય નહોતું બન્યું તે ધ્વાજાજી ને હાલ પુરતી ૬ઠ્ઠી ઘ્વજાજી તરીકે ની મંજુરી મળી છે.શ્રી દ્વારકાધીશ ભગવાન લાખો ભક્તો મા આ પ્રથા કાયમી થાય એવી માંગણી સાથે આશા જાગી છે.