વાવાઝોડુ, વરસાદ કે ભારે પવનથી દરિયામાં ગમે ત્યારે તોફાન સર્જાવાની ભીતિ

જામનગર અને દ્વારકાના દરિયામાં ઈતિહાસમાં પ્રથમ વખત 31 ઓગસ્ટ સુધી માછીમારી કરવા પર મનાઈ ફરમાવવામાં આવી હોવાનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ માછીમારોમાં અસંતોષ ફેલાઈ ગયો છે. કારણ કે, તેઓ 4 મહિનાથી બેઠા-બેઠા સિઝનની રાહ જોતા હોય છે જેના પર તંત્રનો કોરડો વીંઝાયો છે.

જામનગર અને દ્વારકા જિલ્લામાં માછીમારી પણ એક ખૂબજ મુખ્ય અને મહત્વનો વ્યવસાય છે. સામાન્ય રીતે જુન માસ બાદ દરિયો તોફાની બને છે જે લગભગ 15 ઓગસ્ટ સુધી સામાન્ય થઈ જાય છે તે પછી માછીમારીની સિઝન ચાલુ થઈ જાય છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસર માછીમારી અને સમુદ્રમાં પણ પડી હોય તેમ હજુ પણ હવામાન વિભાગ દ્વારા સચોટ આગાહી થઈ રહી નથી અને વરસાદ અને વાવાઝોડા સાથે દરિયો રફ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જેના કારણે અધિક જિલ્લા કલેક્ટર દ્વારા દરિયાઈ વિસ્તારમાં તા.31-8 સુધી માછીમારી કરવા અને દરિયામાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, આવું માછીમારીના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે કે, માછીમારી તા.15 ઓગસ્ટ ચાલુ નહીં થાય.

એપ્રિલ માસથી લગભગ માછીમારી પ્રવૃત્તિ બંધ થઈ જાય છે જે પછી ઓગસ્ટ માસ સુધી 4 મહિના માછીમારો ઘરે રહીને બેઠા-બેઠા પોતાનું ગુજરાન ચલાવે છે

મત્સ્યોદ્યોગની ભલામણથી જાહેરનામું બહાર પડાયું છે: અધિક કલેક્ટર

દરિયામાં માછીમારી કરવા માટે જવું કે નહીં તે વિષય મત્સ્યોદ્યોગનો હોય છે તેમની તથા સરકારની હવામાન ખાતાની ભલામણથી દરિયામાં ન જવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે 31 ઓગસ્ટ સુધીનું છે. તેમ રાજેન્દ્રસિંહ સરવૈયા (અધિક કલેક્ટર, જામનગર) દ્વારા જણાવાયું છે.

જામનગરમાં શ્રાવણ મહિનો, પર્યુષણમાં કતલખાના બંધ રાખવા માંગ

જામનગરમાં શ્રાવણ મહિનો અને પર્યુષણ પર્વમાં કતલખાના બંધ રાખવા વિશ્વ હિન્દુ પરિષદે કમિશ્નરને આવેદન પાઠવ્યું હતું. જેમાં માસ, ઇંડાના વેંચાણ પર પ્રતિબંધ મૂકવા માંગણી કરાઇ છે.

વિશ્વ હિન્દુ પરિષદે શુક્રવારે મનપાના કમિશ્નરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, શહેર-જિલ્લામાં દર વર્ષે શ્રાવણ મહિનાની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. આથી ભાવિકો મંદિરે દર્શનાર્થે જતા હોય ત્યારે જાહેર માર્ગો પર કે મંદિરોની આજુબાજુ માસ, મટન વેચાતુ હોય ભાવિકોની ધાર્મિક લાગણી દુભાય છે. આથી શ્રાવણ મહિનામાં અને પર્યુષણ પર્વ નિમિત્તે જામનગરમાં કતલખાના બંધ રાખવા અને માસ, ઈંડાના વેચાણ હેરફેર અને સંગ્રહ પર પ્રતિબંધ ફરવામાં માંગણી કરી છે.

તદઉપરાંત શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળો આસપાસ સફાઈ કરવા રજૂઆત કરી છે.જે માટે તેઓ દંગાના માલિકો અને માછીમારીનો હોલસેલ વેપાર કરતા વેપારીઓ પાસેથી એડવાન્સમાં પૈસા લે છે જે માટે તેમણે માછીમારી કરીને પરત આવે ત્યારે તેમનો માલ તેમને જ વેચવો પડે છે. આ રીતે માછીમારો પોતાનું 4 મહિનાનું ગુજરાન ચલાવે છે.

મોટાભાગે 15 ઓગસ્ટે માછીમારી શરૂ થઈ જતી હોય છે. આ વર્ષે વાતાવરણની દશા અને તેની દિશા વગેરે ધ્યાને લઈ સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે, દરિયો રફ થવાનો હોય, માછીમારોને ન જવા દેવાના જાહેરનામાની ભલામણ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.