૩ વર્ષથી બંધ હૃદય ધબકયું !!!
સિમ્સ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ રાજ્યમાં ઈતિહાસ રચ્યો: યુવાનનું હૃદય મહિલા દર્દીમાં ધબકવા લાગ્યું
સિમ્સના કાર્ડીયાક સર્જન ડો.ધિરેનભાઈ શાહ, ડો.ધવલ નાયક, ડો.અમિત ચંદન અને ડો.કિશોર ગુપ્તા તેમજ કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ ડો.નિરવ ભાવસાર, ડો.હિરેન ધોળકીયા અને ડો.ચિંતન શેઠની ટીમ દ્વારા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન પાર પડાયું
ગુજરાતની ખ્યાતનામ સિમ્સ હોસ્પિટલે તબીબી જગતમાં વધુ એક માઈલસ્ટોન સ્થાપ્યો છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય તેવી ગુજરાતની પ્રથમ ઘટના સિમ્સ હોસ્પિટલ ખાતે બન્યું છે. જ્યાંના નિષ્ણાંત સર્જનોએ ખુબ રેર કહી શકાય તેવી સ્થિતિમાં દર્દીનું જીવન બચાવ્યું હતું. સુરતના ૨૪ વર્ષના યુવાનનું હૃદય મહિલા દર્દીના શરીરમાં ધડકી ઉઠ્યું હતું.
સિમ્સ હોસ્પિટલ ગુજરાતમાં અગ્રણી સ્વાસ્થ્ય સંભાળ સુવિધા પાળતી સંસ્થા છે. ગુજરાતમાં એકમાત્ર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ સિમ્સ હોસ્પિટલમાં ચાલે છે. કોવિડ-૧૯ના દર્દીઓ માટે પણ આ હોસ્પિટલ વિશ્ર્વસનીય હોસ્પિટલ તરીકે ઉભરી આવી છે. આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની આરોગ્ય સંભાળના કારણે આ હોસ્પિટલ ખ્યાતનામ છે. સિમ્સ કાર્ડીયાક સર્જન ડો.ધિરેનભાઈ શાહ, ડો.ધવલ નાયક, ડો.અમિત ચંદન અને ડો.કિશોર ગુપ્તા તેમજ કાર્ડિયાક એનેસ્થેટીસ્ટના ડો.નિરવ ભાવસાર, ડો.હિરેન ધોળકીયા અને ડો.ચિંતન શેઠની ટીમ દ્વારા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
દાતા સુરતનો ૨૪ વર્ષનો એક પુરુષ દર્દી હતો, જેને રોડ ટ્રાફિક એક્સિડેંટને કારણે મગજની ગંભીર ઈજાઓ થઈ હતી અને ત્યારબાદ તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. સુરતમાં આ ઓર્ગન ડોનેશનની સુવિધા ડોનેટ લાઈફ સંસ્થાના નિલેશ માંડલેવાલા દ્વારા કરી આપવામાં આવી હતી.
અમદાવાદ અને સુરત કોવિડ-૧૯ માટેના મુખ્ય કેન્દ્રબિંદુઓ હોવાના કારણે આ સંભવ કરવું તે ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું. પરંતુ આવા મુશ્કેલ સમયમાં પણ બે શહેરો વચ્ચેના પુલ એક દર્દીને જીવન અને હૃદય આપવા માટે પાર કરવામાં આવ્યા હતા. હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પ્રોટોકોલોનું પાલન કરવાનું એ એક અદ્ભૂત પરાક્રમ હતું.
નવી નોટ્ટો માર્ગદર્શિકા મુજબ તમામ પ્રોટોકોલોનું સખત રીતે પાલન કરવામાં આવ્યું હતું. સિમ્સ હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમના ડિરેકટર, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ડો.ધીરેન શાહ કહે છે કે, ડોકટરો, કર્મચારીઓ, અંગ દાતા અને અંગ પ્રાપ્તકર્તાનું કોવિડ-૧૯ માટેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સર્જરી દરમિયાન લેવલ ૩ પી.પી.ઈ. ટેપ દ્વારા પહેરવામાં આવ્યા હતા.
સિમ્સ હોસ્પિટલના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો.ધવલ નાયક કહે છે કે, સુરત અને અમદાવાદમાં વરસાદ આવવાને કારણે હવામાને પણ અવરોધ ઉભો કર્યો હતો અને હવામાનની સ્થિતિ પ્રમાણે હૃદયને અમદાવાદ લાવવાની યોજનાઓ બદલવી પડી હતી. સવારે ૧૦:૫૦ વાગ્યે અમદાવાદમાં ઉતર્યા પછી ૩ કલાક ૩૫ મિનિટમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કરવામાં આવ્યું હતું. હાલમાં હાર્ટ ટ્રાન્સ પ્લાન્ટ સર્જરી સારી રીતે થઈ છે અને દર્દી હિમોડાઈનેમિકલી સ્થિર છે, એટલે તેનો રક્ત પ્રવાહ સ્થિર છે.