શાસનપ્રગતિ માસિક પત્રના આધ્યાત્મક ઉપહાર અંકનું લોકાર્પણ

 

ગાંધીનગર સ્થાનકવાસી જૈન સંઘ સેકટર 22 ખાતે  ગોંડલ સંપ્રદાયંના જૈનમૂનિ પૂ. ધીરગુરૂદેવ પ્રથમવાર પધારતા સંઘ પ્રમુખ આર.ડી. ગાંધી સહિત સહુ  વિહાર યાત્રામાં જોડાયા હતા.

રવિવારે  સવારે 9 કલાકે ભકતામર પાઠ બાદ  ચિંતનની  ચિનગારી વિષય પર પ્રવચનમાં ગુરૂદેવે ધર્મસભાને સંબોધતા જણાવેલ કે  માનવ જીવનને સફળ બનાવવા નો ઓવર સ્પીક વધુ ન બોલો, નો ઓવર ઈટ વધુ ખાશો  નહિ ટૂકમાં આવડે એટલુ બોલવું  નહિ, ભાવે એટલું   ખાવું નહિ  નો ઓવરવાઈઝ વધુશીખામણ આપવી નહિ.શાસન પ્રગતિ માસીક પત્રના  અધ્યાત્મક ઉપહાર  અંકની લોકાર્પણ વિધિ અજયભાઈ શેઠ,  હરેશભાઈ વોરા, દિનેશભાઈ ખેતાણી, દીપકભાઈ બાટવીયા, આર.ડી. ગાંધી, અરવિંદ મહેતાના હસ્તે કરાયેલ જીવદયા કળશનો લાભ જવાહરલાલ અમૃતલાલ મહેતાઅને જીવદયા કૂપનમાં અનેક ભાવિકોએ લાભ લીધેલ.

રાજકોટની વિરાણી બહેરા મૂંગા શાળાના  નવ્ય નિર્માણમાં ક્ધયાછાત્રાલય નામકરણમાં મા સ્વામી જય વિજયાજી મહાસતીજીની   અંતરીક્ષ કૃપાથી શ્રીમતી બીનાબેન અજયભાઈ શેઠ હ.  કવેસ્ટ ફાઉન્ડેશન સાયન મુંબઈ તરફથી 1 કરોડ 51  લાખનું  માતબર દાન ઘોષિત  કરાતા ઉમંગ છવાયો  હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.