આ એક અજાયબી જ કહેવાય કે કોઇ વ્યક્તિ એક કટોરા માટે કરોડોની કિંમત પળવામાં જ ચુંકવે…..! એવું તે શું ખાસ છે એ કટોરામાં આવો જાણીએ….
૧૮મી સદીનાં ચીનનાં સમ્રાટ ચિંગ રાજવંશના એક દુર્લભ કટોરો હોંગકોંગમાં એક નીલામીમાં આશરે ૨૨૦ કરોડ રૂ પિયામાં વેંચાણો છે.આ વિશેષ કટોરો ચીનના સમ્રાટ કાંગશી માટે બનાવાયો હતો. એ કટોરાનો વ્યાસ ૬ ઇંચ છે. રાજા દ્વારા ૧૮મી સદીમાં એ ઉપયોગમાં લેવાયો હતો. જેને નીલામી સમયે બોલી શરુ થયાની પાંચ જ મિનિટમાં કરોડો ચુંકવી ખરીદી લીધો હતો.
આ કટોરો ગ્રેટર ચીન વિસ્તારનાં એક વ્યક્તિએ ખરીદ્યો છે. કટોરો ચીની અને પશ્ર્ચિમી ટેકનોલોજીનાં સુમેળથી બનાવવામાં આવ્યો છે. જેને સુંદર પેઇન્ટીંગ અને ડેફોડિલ સહિતનાં ફૂલો વાળી કોતરણીથી સજાવવામાં આવ્યો છે.
ચીન પણ ભારતની જેમ દુનિયાની પ્રાચીન સંસ્કૃતિ અને કળા માટે આગવું સ્થાન ધરાવે છે. જ્યાં આ પ્રકારની અનેક બેશકિંમતી ચીજવસ્તુઓનું બહુમૂલ્ય છે. આ કટોરો ચીનની પારંપારીક ચિત્રકલા અને યુરોપની ટેક્નોલોજીનું અદ્ભૂત સંગમ છે. આ પેલા પણ ચીનનાં સોંગ વંશ સાથે જોડાયેલો ૧૦૦૦ વર્ષ જૂનો કટોરો ૩.૭૭ કરોડ ડોલરમાં વેચાયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com