૨૧ જુન “વિશ્વ યોગ દિન” નિમિતે ભારતભરમાં સૌ પ્રથમવાર સતત બીજા વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “એક્વા યોગા” કાર્યક્રમનું આયોજન.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને યોગના વિચારો આપતા, યુનો દ્વારા ૨૧ જુનને “વિશ્વ યોગ દિન” તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા પણ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે આગામી ૨૧ જુન વિશ્વ યોગ દિન નિમિતે શહેરના ચારેય સ્વિમિંગ પુલોમાં એક્વા યોગા કરવામાં આવશે. ગત વર્ષે ૮૦૦ જેટલા બહેનોએ એક્વા યોગમાં ભાગ લીધેલ હતો. જેમાં,૬ વર્ષની બાળકીથી માંડી ૮૨ વર્ષના વૃધ્ધોએ પણ ભાગ લઇને અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.
૨૧ જુન ૨૦૧૮ના રોજ “વિશ્વ યોગ દિન” નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્ષ, મહર્ષિ દયાનંદ સ્નાનાગાર કાલાવડ રોડ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, અને પેડક રોડના છેડે આવેલા સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પરથી તા.૦૬/૦૬/૨૦૧૮ને બુધવારથી ફોર્મ વિતરણની કામગીરી શરુ કરવામાં આવેશે.
સ્ત્રી શશક્તિકારણના ભાગરૂપે નાની બાળાઓ માટે પ્રથમ વખત “એક્વા યોગા” કાર્યક્રમનું આયોજન…–પુષ્કર પટેલ, જયમીન ઠાકર,વંદનાબેન ભારદ્વાજ
એક્વા યોગાનો સમય સવારે ૦૭:૩૦ થી ૦૮:૧૫નો રહેશે. આ કાર્યક્રમ ૪૫ મિનિટ સુધી ચાલશે. સ્ત્રી શશક્તિકરણને વધુ વેગ આપવાના ભાગરૂપે નાની બાળાઓ માટે યોજાનાર આ કાર્યક્રમમાં માત્ર બહેનો જ એક્વા યોગનો આ કાર્યક્રમ નિહાળી શકશે.
એક્વા યોગાના આ કાર્યક્રમમાં તમામ ઉમરની મહિલાઓ ભાગ લેશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, વંદનાબેન નીતિનભાઈ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ થશે.