નિર્મલા સીતારામન પહેલા મહિલા રક્ષામંત્રી તરીકે શનિવારે લદ્દાખ રેન્જમાં સિયાચિનની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ચીન અને પાકિસ્તાન બોર્ડરથી સીધા વિસ્તારો અને ફોરવર્ડ પોસ્ટની માહિતી મેળવશે. આ પહેલા મહિલા મંત્રી તરીકે સ્મૃતિ સિયાચિનની મુલાકાતે ગયા હતા. બે વર્ષ પેલાં પૂર્વ રક્ષામંત્રી મનોહર પાર્રિકર પર સિયાચિન ગયા હતા. નોંધનીય છે કે, સિયાચિન 24 હજાર ફૂટની ઉંચાઈએ આવેલું દુનિયાનું સૌથી ઉંચુ અને મુશ્કેલ યુદ્ધ ભૂમિ છે. અહીંથી ચીન અને પાકિસ્તાન પર નજર રાખી શકાય છે.

પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (POK)માં ઈન્ડિયન આર્મીએ કરેલી પ્રથમ સર્જિકલ સ્ટાઇકને શુક્રવારે એક વર્ષ પૂરું થશે. આ અવસર પર જવાનોનું મનોબળ વધારવા માટે રક્ષા મંત્રી નિર્મલા સીતારામન 2 દિવસના જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. રક્ષા મંત્રી તરીકે હોદ્દો સંભાળ્યા બાદ સીતારામન પ્રથમ વખત શ્રીનગર આવ્યા છે. શ્રીનગર પહોંચ્યા બાદ તેમણે LoC પર ફોરવર્ડ પોસ્ટની મુલાકાત પણ લીધી હતી. રક્ષા મંત્રી સિક્યુરિટીની હાલત પર સેનાના ઓફિસરો સાથે મીટિંગ અને વાતચીત કરી હતી અને સાંજે સીએમ મહેબુબા મુફ્તી અને ગવર્નરની મુલાકાત કરી હતી.

22મે 2015માં તે સમયના રક્ષામંત્રી મનોહર પાર્રિકરે સિયાચીનની મુલાકાત લીધી હતી. અહીં બનેલા વોર મેમોરિયલ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી તેમણે હેલિકોપ્ટરથી સિયાચિનની મુલાકાત લીધી હતી.
9 ઓગસ્ટ, 2016માં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રક્ષાબંધનના દિવસે સિયાચીનમાં તહેનાત સૈનિકોની રાખડી બાંધવા માટે ગયા હતા. તે દરમિયાન તેઓ 70 શહેરોમાંથી ભેગા કરેલા મેસેજ તેમની સાથે લઈને ગયા હતા. સ્મૃતિ દુનિયાના સૌથી ઉંચી યુદ્ધ ભૂમિ પર જનાર દેશના પહેલા મહિલા મંત્રી હતા.

હિમાલય રેન્જમાં આવેલુ સિયાચીન ગ્લેશિયર દુનિયાનું સૌથી ઉંચી યુદ્ધ ભૂમિ છે. 1984થી લઈને અત્યાર સુધી અહીં 900 જવાન શહીદ થઈ ગયા છે. તેમાંથી મોટા ભાગની શહાદત બરફવર્ષા અને ખરાબ વાતાવરણના કારણે થઈ છે.
સિયાચીનથી ચીન અને પાકિસ્તાન બંને પર નજર રાખી શકાય છે. શિયાળાની સિઝનમાં અહીં ઘણી વખત હિમ વર્ષા થાય છે. શિયાળામાં અહીં એવરેજ 1000 સેન્ટીમીટર સુધી બરફ પડે છે. લઘુત્તમ ટેમ્પરેચર -50 ડિગ્રી સુધી થઈ જાય છે.
અહીં આર્મી પર રોજ રૂ. 7 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. એટલે કે દરેક સેકન્ડનો ખર્ચ રૂ. 18,000 થાય છે. આટલી રકમમાં એક વર્ષમાં 4000 સેકન્ડરી સ્કૂલ બનાવી શકાય છે. જો એક રોટલીની કિંમત રૂ. 2 હોય છે તો તે સિયાચીન પહોંચતા પહોંચતા 200 રૂપિયા થઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.