પ્રથમ વખત એવી ઘટના બનશે જે સંસદ (રાજયસભા)માં બોલીવુડ ફિલ્મ ‘રાગ દેશ’નું ટ્રેલર લોન્ચ થશે. ૧૯૪૫ થી ૧૯૪૬ દરમિયાન બ્રિટિશ આર્મીએ ઇન્ડીયન નેશનલ આર્મીના ત્રણ ઓફિસરો પર કોર્ટ માર્શલ કર્યું હતું. આ સત્ય ઘટના પર ફિલ્મ રાગદેશ આધારિત છે. ફિલ્મના ડાયરેકટર તિગ્માંશુ ધુલિઆ છે. તિગ્માંશુને ફિલ્મ પાનસિંહ તોમાર માટે ૨૦૧૩માં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
ફિલ્મ રાગ દેશને રાજયસભા પ્રસ્તુત કરી રહી છે. ફિલ્મમાં કૃણાલ કપુર, અમિત સાધ, સુમિત મારવાહ વિગેરેની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મ રાગદેશ આગામી ૨૮મી જુલાઈએ દેશભરના સિનેમાઘરોમાં રીલીઝ કરાશે.
ડાન્સિંગ એન્ડ એકશન સ્ટાર ટાઈગર શ્રોફ ફિલ્મ ડાયરેકટર શબ્બીર ખાનને એક લકઝરી કારની ગિફટ આપી છે.ઉલ્લખનીય છે કે ટાઈગરની આગામી ફિલ્મ મુન્ના માઈકલનું ડાયરેકશન શબ્બીર ખાને કર્યું છે. ટાઈગર અને શબ્બીરની આ ત્રીજી ફિલ્મ છે.
ઈન્ટરનેશનલ એવોર્ડ ટિન ચોઈસ એવોર્ડ માટે બોલીવુડ એકટ્રેસ દિપીકા પડુકોનને નોમિનેશન (નામાંકન) મળ્યું છે. તેની પ્રથમ હોલીવુડ ફિલ્મ ટ્રિપલ એકસ માટે તેને ઈન્ટરનેશનલ એવોર્ડ મળી શકે છે. ફિલ્મ જબ હેરી મેટ સેજલના પ્રમોશનના ભાગ‚પે શાહરુખ ખાન અત્યાર સુધીમાં કુલ ૭૦૦૦ સેજલને મળ્યો છે. જે પૈકી બુધવારે અમદાવાદમાં ૧૨૦ સેજલ નામની ક્ધયાઓને મળ્યો હતો તેમની સાથે સેલ્ફી લેવડાવી હતી.