પશ્ચિમ રેલવેનાં ઝોનલ હેડ કવાર્ટર અને તમામ વિભાગોમાં રચાયેલા બિઝનેસ ડેવલોપમેન્ટ યુનિટ ટ્રાન્સપોર્ટેશન માટે નવા ગ્રાહકોને આકર્ષિત કરવાનું ઉતમ કાર્ય કરી રહ્યા છે. આ જ ક્રમમાં રાજકોટ ડિવિઝનનાં ડીડીયુએ તેના તાજેતરનાં પ્રયત્નોનાં ભાગરૂપે રાજકોટ સ્ટેશનથી ઓખા-ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ ટ્રેનમાં એક જ ટ્રીપમાં કુલ ૬૩,૬૦૦ કિલો આવશ્યક સામગ્રી લોડ કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે. આ ટ્રેનમાં કુલ ૬૮૯૭૦ કિ.ગ્રા. સામગ્રી લોડ કરવામાં આવી હતી જેનાથી રાજકોટ વિભાગને રૂા.૩,૩૦,૬૦૬ની આવક થઈ છે. રેલવે દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રોત્સાહનોને કારણે આ શીપમેન્ટ શકય બન્યું છે. રાજકોટ વિભાગનાં સિનિયર ડિવિઝન્લ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફના જણાવ્યા મુજબ આવશ્યક સામગ્રી આવી છે જેમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો, દવાઓ, સર્જિકલ વસ્તુઓ, માછલી, સેનેટાઈઝર વગેરેનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ૨૩ માર્ચથી ૨૩ ઓગસ્ટ દરમિયાન રાજકોટ ડિવિઝને ૧૪૦ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા આશરે ૩૪૦૯ ટન આવશ્યક સામગ્રીનું પરીવહન કર્યું છે જેની આવક લગભગ ૧.૪૮ કરોડ રૂપિયા છે.
Trending
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…