18 વર્ષથી ઉપરની ઉંમરની બહેનો સ્પર્ધામાં ભાગ લઈ શકશે: 14મી સુધીમાં ફોર્મ ભરી પરત કરવાના રહેશ

વિશ્વ હિન્દુ પિરીષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવવા માટે અનેકવિધ કાર્યક્રમોનું અદકેરૂ આયોજન કરવામાં આવ્યું છે. વર્ષો વર્ષ યોજાતી આ ગોપી-કિશન સ્પર્ધાને ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહયો છે અને દર વર્ષે વધુને વધુ સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લઈ રહયાં છે. બાળકો માટેની આયોજીત આ સ્પર્ધાને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થતા તેનાથી પ્રેરાઈને આ વર્ષે મહિલાઓ માટે મે ભી યશોદા નામક સ્પર્ધાનું પ્રથમવાર આયોજન થવા જઈ રહયું છે. આ સ્પર્ધાને લઈને પણ મહિલા સ્પર્ધકોમાં ખૂબ ઉત્સાહ વર્તાય રહયો છે.

મે ભી યશોદા નામે યોજાવા જઈ રહેલ આ સ્પર્ધામાં 18 વર્ષથી ઉપરની ઉંમરના કોઈપણ લેડીસ સ્પર્ધક ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં સ્પર્ધક પોતે ભાગ લઈ શકશે ઉપરાંત પોતાની સાથે જો ઈચ્છે તો વધુમાં વધુ 12 વર્ષની ઉંમરના કોઈ બાળ સ્પર્ધકને પણ પોતાની સાથે જોડી શકશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની ફી આપવાની થશે નહિ. તા. 18 ને રવિવારના રોજ પેડક રોડ ખાતે આવેલ અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે સવારે 9-00 થી 12-00 દરમ્યાન આયોજીત આ મે ભી યશોદા સ્પર્ધા અંગે વિશેષ માહિતી માટે ઈન્ચાર્જ સુશીલભાઈ પાંભર : મો. નં. 9879216747 નો સંપર્ક કરવો. મે ભી યશોદા સ્પર્ધા-2024 માં ભાગ લેવા માટેના ફોર્મ મેળવવા તથા પ2ત કરવા માટે

વિઝન ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, ડી-માર્ટની બાજુમાં, કુવાડવા રોડ, મો. નં. 91429 79999, સેન્ટ ગાર્ગી સ્કૂલ, 2-સુભાષનગર, આમ્રપાલી ફાટક પાસે,   મો. નં. 982પપ 90213,  તથા વિ.હિ.પ. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ કાર્યાલય, નાગર બોર્ડીંગ, વિરાણી હાઈસ્કૂલ સામે, ટાગો2 રોડ, ચાણ્ક્ય વિદ્યાલય,  નયનાબેન પેઢડીયા, 9-બ્રાહ્મણીયાપરા, પાણીના ટાંકા પાસે, રાજકોટ. મો. નં. 94268 44074 ઉપરાંત  શ્રીજી ટાઈપીંગ એન્ડ ઝેરોક્ષ, રવિભાઈ સોમૈયા, હેડ પોસ્ટ ઓફીસની બાજુમાં, અંબિકા માર્બલ સામે, હરીહર ચોક,  મો. નં. 96018 09990 પર સંપર્ક કરવો

ઉપરોક્ત સરનામેથી ફોર્મ મેળવી આ ફોર્મમાં સ્પર્ધકનો ઉંમરનો પુરાવો, ફોટા સહિતની વિગતો જોડીને તા. 14 સુધીમાં પરત આપવાનું રહેશે. આ પ્રથમવાર યોજાવા જઈ રહેલ સ્પર્ધામાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજની બહેનોને ખાસ અપીલ કરવામાં આવી છે.

ઉપરાંત આગામી તા. 10 ના રોજ રાજકોટની અનેકવિધ સંસ્થા, ગ્રુપ, મંડળના હોદેદારો, કાર્યકરોની વિશાળ હાજરીમાં ગત વર્ષે શોભાયાત્રામાં પોતાના એક થી એક ચડીયાતો શણગા2 કરીને જોડાયેલા ફલોટ ધારકો પૈકી ફલોટ સુશોભન સ્પર્ધામાં વિજેતા થયેલા ગ્રુપ, સંસ્થા, મંડળને શીલ્ડ વિતરણ કરી નવાજવામાં આવશે. કાર્યક્રમના અંતે સૌ ભક્તો માટે તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.