ચીફ લેબર કમિશનરે વેરીએબલ મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો આદેશ કર્યો જાહેર: ૧લી એપ્રિલથી જ થશે લાગુ
કેન્દ્ર સરકારના કર્મચારીઓનું વેરિયેબલ મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરાઈ છે. જેનાથી ૧.૫ કરોડ કર્મચારીઓને ફાયદો થનાર છે. ભથ્થામાં વધારાની જાહેરાતની આદેશ ચીફ લેબર કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ વધારો આ વર્ષની ૧લી એપ્રિલથી જ લાગુ થશે. જેનાથી કેન્દ્ર સરકાર હેઠળના કામદારોના લઘુતમ વેતનમાં પણ વધારો થશે.
શ્રમ મંત્રાલયે કહ્યું છે કે, શ્રમ અને રોજગાર મંત્રાલયે ૧ એપ્રિલથી વેરીએબલ ડેરીએશન ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર હેઠળ અનેક સુનિશ્ચિત રોજગારમાં રોકાયેલા વિવિધ વર્ગોના કામદારોને રાહત આપવામાં આવી છે. વેરિયેબલ ડેરિએશન ભથ્થાનો દર જુલાઈથી ડિસેમ્બર સુધીની ઔદ્યોગિક કામદારોના ગ્રાહક ભાવ સૂચકાંકના સરેરાશ દરના આધારે નિર્ણય લેવામાં આવ્યો.
ભથ્થામાં વધારો તો અનેકવાર થતો હોય છે પરંતુ આ વધારો કંઇક અલગ છે. કૌશલ્યના આધારે આ વખતે ભથ્થું નક્કી કરવામાં આવ્યું છે. જે કર્મચારી પાસે જેટલું વધુ કૌશલ્ય અને તે જેટલું વધુ સારું કામ કરી શકે તેના આધારે આ ભથ્થું નક્કી કરવામાં આવ્યું છે.
આ જાહેરાત અંગે શ્રમ મંત્રી સંતોષકુમાર ગંગવારે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, મોંઘવારી ભથ્થામાં કરાયેલો વધારો તમામ કર્મચારીઓના હિતમાં છે ત્યારે હું ખુશીની લાગણી અનુભવી રહ્યો છે. કર્મચારીઓને કરાયેલી આર્થિક સહાયથી કપરા કાળમાં ઉભી થયેલી આર્થિક ખેંચતાણ સામે લડવા વધુ કારગર સાબિત થશે.