ભુલકા તરૂણ યુવાનો અને વડીલોની તમામ રેન્જના ડીસ્કાઉન્ટનો લાભ લેવા રાજકોટીયન્સોમાં તાલમેલ પ0% સુધીનું ડિસ્કાઉન્ટ

‘પગરખા’ જીવન જરૂરી ચીજની સાથે ફેશન ટ્રેન્ડ પણ ગણાય છે. બ્રાન્ડેડ શુઝની એક અલાયદી દુનિયા છે. રાજકોટની શોખીન પ્રજા માટે બ્રાન્ડેડ શુઝ એકઝીવીશન સેલનું આયોજન કરવામાં આવ્યું છે.

માલવિયા ચોક પાસે આવે જાણીતા મેટ્રો સુઝ ખાતે આજથી આગામી 1ર જુલાઇ સુધી સેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અવનવી ડિઝાઇનના બ્રાન્ડેડ વિવિધ કંપનીના લેડીઝ કિડસ તથા જેન્ટસના ફુટવેરમાં પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આજથી શરૂ થયેલ સેલમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન કસ્ટમર હારવીબેનએ જણાવ્યું હતું કે અમે ઘણા સમયથી મેટ્રો  સુઝ માંથી ફુટવેરની ખરીદી કરીએ છીએ, અહીંયાનું કલેકશન બેસ્ટ હોય છે. તમામ પ્રસંગ જેવા કે વેડીંગ, કોઇ તહેવાર હોય તેને અનુરુપ અમને ડિઝાઇન અને બ્રાન્ડેડ કંપની જેવી કે હવાચી  મેટ્રો સહિતની કંપનીના સેન્ડલ, ચપ્પલ, હીલસ સુઝ તમામ મળી રહે છે. સર્વિસ પણ ખુબ જ સારી આપવામાં આવે છે જેથી અહિંસા મોટા સુઝમાં આવી શોપીંગ કરવું  પસંદ પડે છે. ત્યારે આજથી 1ર જુલાઇ સુધી ફુટવેરમાં પ0 ટકા સેલ છે. તેથી આજે અમે મારા માટે મારા પતિ તથા બાળક માટે સુઝ, સેન્ડલ અને ચપ્પલની ખરીદી કરી છે.

Screenshot 1 18

‘અબતક’ સાથેની વાતચીત મેટ્ો સુઝના મેનેજર સંઘસેન બોઘ્ધએ જણાવ્યું હતું કે આજથી 1ર જુલાઇ દરમિયાન સેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેટ્રોમાં પ0 ટકા, હાવીચીમાં પ0 ટકા, બાયફુટમાં પ0 ટકા, જેકેસમાં પ0 ટકા, ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અમારી પાસે લેડીસ માટે પણ પુષ્કળ રેંજ ચપ્પલ, સેન્ડલ, બેલીઝ, સુઝમાં ઉપલબ્ધ છે. કીડસ માટે પણ અનેક વેરાવટી ઉપલબ્ધ છે. અહીંયા બેલ્ટ, શોકસ સહિતની એસેસરીઝમાં પણ અપટુ પ0 ટકા ડીસ્કાઉન્ટ રાખ્યું છે. અમારા કસ્ટમરોને અમે ઉત્તમ સર્વિસ પૂરી પાડીએ જેના કારણે 80 ટકા ગ્રાહકો રીપીટરો હોય છે. અમારા રેગ્યુલર કસ્ટમરો હોય છે. અમારા ઘણા એવા કસ્ટમરો છે જે જયારે સેલ હોય ત્યારે સ્પેશ્યલ શોરુમની મુલાકાત લઇ ફેમીલી માટે ફુટવેરની ખરીદી કરતાં હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.