ઓછા કલાકોમાં વધુ ખેડુતોના દાખલાઓ કાઢવાના હોવાથી ઘણા લોકોને ધરમના ધકકા
મામલતદાર કચેરીએ ૭/૧૨ના દાખલા માટે આસપાસના ગામોમાંથી દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો આવે છે ત્યારે હવે ચોમાસુ નજીક આવતા ખેડુતોને ધિરાણની જ‚ર હોવાથી જ‚રી દસ્તાવેજો મેળવવા માટે ખુબ જ ભીડ જોવા મળે છે. તેમાં પણ ૭/૧૨ના દાખલા વિના ધિરાણ મળતું ન હોવાથી ખેડુતોને ફરજીયાતપણે રાજકોટ ધકકા ખાવા પડે છે. આ બાબતે બહારગામથી આવતા ખેડુતે કહ્યું હતું કે તેઓ સવારના ૮ વાગ્યાથી કતારમાં ઉભા છે અને દાખલા માટે ૧૧ વાગ્યે બારી શ‚ થાય છે. તેમજ ૨ વાગ્યે બંધ કરી દેવામાં આવે છે. ફકત ત્રણ કલાકમાં તમામ કામગીરી આટોપવાની હોવાથી ઘણા ખેડુતોને ધરમનો ધકકો પડે છે ત્યારે ખેડુતોના કામ માટે ત્રણ થી ચાર બારીઓ શ‚ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વધુમાં ખેડુતોએ પોતાની મુશ્કેલી જણાતા કહ્યું હતું કે, ઘણી વખત મોડુ થઈ જતા ખેડુતોને ગામડે જવા માટે વાહનો પણ મળતા નથી. જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. આ પરિસ્થિતિનું નિવારણ કરવા માટે સરકારે યોગ્ય નિર્ણય કરીને વધુ બારીઓ શ‚ થાય તે દિશામાં પગલા ભરવા જોઈએ.