ગોંડલ તાલુકાના બાંદ્રા ગામે સંત શ્રી ઉગારામ દાદાની ૫૦મી નિર્વાણ તિથિ નિમિત્તે મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સગૌરવ અને નતમસ્તકે સ્વીકાર્યુ હતું કે રાજ્ય સરકારની મહેનત સંતોના આશીર્વાદી ઉજળી બની છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બાંદ્રા ગામે ઉગારામદાદાની ૫૦ મી નિર્વાણ તિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંતશ્રી ઉગારામે આજી ૫૦-૬૦ વર્ષો પહેલાં આદરેલા સામાજિક સમરસતાના કાર્યોને આજે પણ સમયોચિત ગણાવ્યા હતા. અને શ્રી ઉગારામદાદાએ ચીંધેલા રાહ પર પ્રવૃત થવા સમગ્ર ભક્તગણને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે એવી જાહેરાત કરી હતી કે ગોંડલ વિસ્તારમાં દલિત સમાજના છાત્રો માટે રૂ. ૫ કરોડ ૪૦ લાખના ખર્ચે હોસ્ટેલ બનાવવામાં આવશે ઉપસ્થિતિ જનસમુદાયે આ જાહેરાતને તાળીઓના ગડગડાટી વધાવી લીધી હતી. સંત શ્રી ઉગારામબાપાના જીવન કવનને મુખ્યમંત્રી વિજયભાઈએ તાજેતરમાં જ નિધન પામેલા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈ સાથે બખૂબી સાંકળી લીધા હતા અને બાજપાઈજીના સંસ્મરણો અનોખી રીતે વાગોળ્યા હતા.આ ધાર્મિક પ્રસંગના સાક્ષી બનવા બદલ મુખ્યમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને માનવ કલ્યાણની આ યાત્રા અવિરત આગળ વધે એવી શુભેચ્છા આયોજકોને પાઠવી હતી. તમામ પ્રકારના ભેદભાવ ભૂલી રાષ્ટ્ર કલ્યાણના માર્ગે પ્રગતિ સાધવા મુખ્યમંત્રી રૂપાણીએ ઉપસ્થિતિને જણાવ્યું હતું.મુખ્યમંત્રી રૂપાણી તથા અન્ય આમંત્રિતોએ દીપ-પ્રાકટ્ય વિધિ સંપન્ન કર્યા બાદ દેવાંગભાઈએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. ઉત્સાહી ગ્રામજનોએ મુખ્યમંત્રીને ફૂલોના હાર, પુષ્પગુચ્છ, પાઘડી તા વિવિધ સ્મૃતિચિહ્ન એનાયત કરી તેમનો હૈયાનો હરખ વ્યક્ત કર્યો હતો. જયંતીબાપા, ગોરધનબાપા અને મુકતાનંદબાપુ વગેરે સંતોએ ઊપસ્થિતિ ભકતગણને આશિર્વચન પાઠવ્યા હતા.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સભા સ્ળે આવતા પહેલાં સંત ઉગારામ દાદાની સમાધી સ્થળે શીશ ઝુકાવી દર્શન કર્યા હતાં.આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તા લાખાભાઈ સાગઠીયા, ગોંડલ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જયંતીભાઈ ઢોલ, સરપંચ રાજુભાઇ રૈયાણી, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા, અગ્રણી રમેશભાઈ ધડુક, રાજુભાઈ ધ્રુવ વલ્લભભાઈ કીરિયા ચેતનભાઇ રામાણી ગ્રામ્ય ડી.આઈ.જી સંદીપસિંહ, કલેકટર રાહુલ ગુપ્તા,પોલીસ અધિક્ષક બલરામ મીના, સંતો મહંતો તથા વિશાળ સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.