અવેરનેશ ફાઉન્ડેશન એજ્યુકેશન ટ્રસ્ટ આયોજીત
સંતો-મહંતો-મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં લોકો રહ્યા હાજર
જામનગરમાં અવેરનેશ ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌચર, નિરાધારને ભોજન તથા જરૂરિયાત મુજબ સહાય ધર્માદાના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બહોળી સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકડાયરામાં ઓસમાણ મીર તથા દેવાયત ખવડે સાહિત્ય રસ પીરસ્યો હતો.
આ લોકડાયરામાં ગુરૂદેવ ભારતીબાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા પ્રમુખ સ્વામી ગોવિંદ પ્રસાદદાસજી, દ્વારકા વાળા પ્રણામી મંદિરના કૃષ્ણમણી મહારાજ, મોટી હવેલીના વલ્લભરાયજી મહોદય, સ્વામિનારાયણ મંદિરના ચર્તુભુજ મહારાજ, આણદબાવા આશ્રમના દેવીપ્રસાદજી મહારાજ, કબીર આશ્રમ સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
એકત્રિત થયેલી તમામ રકમ સત્તકાર્યોમાં વપરાશે: દેવાયત ખવડ
‘અબતક’ સાથેની વાતચીતમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડએ જણાવ્યું હતું કે જામનગરના આંગણે લોકડાયરાનું આયોજન થયું છે. ત્યારે ખુબ જ રાજીપો થાય છે. આ લોકડાયરા પાછળનો મુખ્ય હેતુ ગૌચરના લાભાર્થે, જરૂરીયાત મંદોને મદદરૂપ થવાના શુભ આશયથી કરવામા: આવ્યું છે. લોકડાયરામાં એકત્રિત થયેલ નાણા સારો કાર્યો, સત કાર્યોમાં જ વાપરવામાં આવશે. આવનારા સમયમાં આવા સત કાર્યો ગુજરાતભરમાં થાય જરુરીયાત મંદો, અબોલ પશુઓના લાભાર્થે લોકડાયરા સહિતના કાર્યો થાય તેવી આશા રાખું છે.