૧૫૦૦ લાભાર્થીઓને વિવિધ બેંકનાં પ્રતિનિધિઓ લોન અંગેની જાણકારી આપશે
પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે આગામી ૧૧મી માર્ચ અને ૧૪મી માર્ચનાં રોજ લોન મેળાનું આયોજન રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા કરવામાં આવ્યું છે. લોન મેળામાં ૧૫૦૦ જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહી લોન અંગેની માહિતી મેળવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓને લોન મેળવવા માટે કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તેમજ લાભાર્થીઓનો સમય ન વેડફાય તે માટે રાજકોટ શહેરી વિકાસ સતામંડળ રૂડા દ્વારા લોન મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. લોન મેળામાં તમામ બેંકનાં પ્રતિનિધિઓ હાજર રહી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને માહિતી આપશે.
લોનની પ્રોસેસ, જરૂરી ડોકયુમેન્ટ વ્યાજદર વિશે બેંકર્સ લાભાર્થીઓને માર્ગદર્શન આપશે. આ તકે પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં ૧૫૦૦ જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહી બેંકર્સ પાસેથીલોન અંગેની જાણકારી મેળવો. લોનમેળામાં તમામ બેંકનાં પ્રતિનિધિઓ તેની લોન વિશે લાભાર્થીઓને સમજણ આપશે. ત્યારબાદ લાભાર્થીઓ કઈ બેંક પાસેથી લોન લેવી તે નકકી કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે હાલ લોન મેળાનું સ્થળ નકકી કરવામાં આવ્યું નથી.
લોનમેળો રૂડા કચેરી ખાતે જ યોજાઈ તેવી શકયતા છે.પરંતુ ‚ડા દ્વારા વિશાળ હોલની વ્યવસ્થા થશે તો તે હોલ ખાતે જ લોન મેળો યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂડા દ્વારા યોજાનાર લોનમેળાથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને લોન મેળવવામાં સરળતા રહેશે. લાભાર્થીઓનો સમય પણ બચશે.