આગામી લોકસભા સામાન્ય ચુંટણી માહે. અ્રેપિલ/મે-૨૦૧૯માં યોજાનાર છે. જેમાં ભારતીય ચુંટણીપંચ તથા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર સુરેન્દ્રનગરની સુુચનાનુસાર-૬૩ ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ચોટીલા તાલુકામાં લોકજાગૃતી માટે ચોટીલા તાલુકાના તમામ ગામોને કુલ-૧૫ ઝોનલ રૂટમાં વહેંચણી કરી ઈ.વી.અમે/વીવીપેટ અંગે લોકો/મતદારોમાં જાગૃતી કેળવાય તથા લોકો મતદાનનું મહત્વ સમજે તે હેતુથી હાલમાં ઈ.વી.એમ/વીવીપેટ જનજાગૃતી માટેની કામગીરી શરૂ છે. તથા મામલતદાર કચેરી, ચોટીલા ખાતે આવતા અરજદારો તથા મતદારો ઈ.વી.એમ/વીવીપેટ અંગેની જાગૃતી કેળવી શકે તે માટે મામલતદાર કચેરી પરના જનસેવા કેન્દ્ર ખાતે ઈ.વી.એમ/ વીવીપેટ નિદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેનો ૬૩-ચોટીલા વિધાનસભા મતદાર વિભાગના તમામ મતદારોને લાભ લેવા માટે મામલતદાર ચોટીલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.