૨૮ માર્ચથી ૪ એપ્રીલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે: ૮મી એપ્રીલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે

લોકસભાની ૫૪૩ બેઠકો માટે ૧૧ એપ્રિલથી ૧૯ મે દરમિયાન અલગ-અલગ ૭ તબકકામાં મતદાન યોજાવાનું છે. ૨૩ એપ્રિલના રોજ ૧૪ રાજયોની ૧૧૫ બેઠકો માટે ત્રીજા તબકકામાં મતદાન યોજાશે. જેમાં ગુજરાતની ૨૬ બેઠકો માટે પણ મતદાન યોજાશે. આવતા સપ્તાહે ચુંટણીનું વિધિવત જાહેરનામું પ્રસિઘ્ધ થશે. ૨૮ માર્ચથી ૪ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.

લોકસભાની ૫૪૩ બેઠકો પૈકી ૨૦ રાજયોની ૯૧ બેઠકો માટે ૧૧ એપ્રિલના રોજ, ૧૩ રાજયોની ૯૭ બેઠકો માટે ૧૮ એપ્રિલના રોજ, ૧૪ રાજયોની ૧૧૫ બેઠક માટે ૨૩ એપ્રિલના રોજ, ૯ રાજયની ૭૧ બેઠકો માટે ૨૯ એપ્રિલના રોજ, ૭ રાજયોની ૫૧ બેઠક માટે ૬ મેના રોજ, ૭ રાજયની ૫૯ બેઠક માટે ૧૨ મેના રોજ અને અંતિમ તબકકાના મતદાનમાં ૮ રાજયોની ૫૯ બેઠકો માટે ૧૯ મેના રોજ મતદાન યોજાવાનું છે. ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠક માટે ત્રીજા તબકકામાં એટલે કે ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાવાનું હોય આવતા સપ્તાહે ૨૮મી માર્ચના રોજ ચુંટણીનું વિધિવત જાહેરનામું પ્રસિઘ્ધ થશે. ૨૮ માર્ચથી લઈ ૪ એપ્રિલ સુધી લોકસભાની ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પોતાના ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ૫ એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ૮ એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. ૨૩ એપ્રિલના રોજ મતદાન થશે જયારે ૨૩ મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજયની ૨૬ લોકસભા બેઠકોની સાથે ઉંઝા, તાલાલા, માણાવદર, જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની પણ પેટાચુંટણી યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.