- સર્વશ્રેષ્ઠ પ્રિન્સ-પ્રિન્સેસ બનવા ખેલાશે ‘રાસ-ગરબા’નો અનોખો જંગ
- જાણીતા કલાકારો રંગ જમાવશે: વિજેતા ખેલૈયાઓ પર થશે લાખેણા ઈનામોની વર્ષા: કાર્યક્રમની રૂપરેખા આપવા આયોજકોએ લીધી અબતકની મુલાકાત
રંગીલા રાજકોટની કલાપ્રેમી અને ગરબાપ્રેમી પ્રજા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 13ને રવિવારના રોજ સાંજે 7 થી 10.30 દરમિયાન સોનમ નવનાત વણિક ગરબા ગ્રાઉન્ડ, શિતલ પાર્ક, આર.કે.વર્લ્ડ ટાવરની બાજુમાં 150 ફુટ રીંગ રોડ ખાતે ’અકિલા’ પરિવારના અશોકભાઇ બગથરિયા અને સંદીપભાઇ બગથરિયાની જુગલજોડી દ્વારા બાન લેબ, એસએસ સ્વીટ્સ, યુનિટી સીમેન્ટ અને જેએમજે પ્રોજેકટના સહકારથી ’અકિલા બેસ્ટ ઓફ બેસ્ટ 2024’ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવ કંઇક અનોખો અને અદ્ભૂત રહેવાનો છે કારણ કે આ રાસોત્સવમાં ખેલૈયાઓ પોતાનું કૌવત
કલા દ્વારા શ્રેષ્ઠતા પુરવાર કરવા ગરબા રમશે.
સંપૂર્ણ પારિવારીક માહોલ અને આધુનિક લાઇટ – માઇક સાઉન્ડ સિસ્ટમથી સુસજ્જ એવા આ રાસોત્સવની ભવ્ય તૈયારીઓ બગથરિયા પિતા – પુત્ર દ્વારા કરવામાં આવી રહી છે. રાસોત્સવને યાદગાર બનાવવા શ્રેષ્ઠ ગાયકો, શ્રેષ્ઠ ઓરકેસ્ટ્રા અને શ્રેષ્ઠ એન્કર સેવા આપનાર છે.
’અકિલા’ દૈનિકના પ્રેસ ફોટોગ્રાફર અને રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર અને ઇલેકટ્રોનિક કેમેરામેન એસો.ના પ્રમુખ અશોકભાઇ બગથરિયા નિરવ વાઘેલા, સંદિપ બગથરીયા, પ્રશાંતભાઈ ગોંડલીયા, યોેગેશ બગથરીયા, જીત ઘીયાળ, અભિજીત બગથરીયા માનવ રાજપૂતએ અબતક મિડીયા હાઉસની મુલાકાત લીધી હતી અને અબતકના મીડીયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ તકે અશોકભાઈ બગથરીયાએ જણાવ્યું હતુ કે, છેલ્લા 19 વર્ષથી અકિલા બેસ્ટ ઓફ બેસ્ટ રાસોત્સવનું જાજરમાન આયોજન કરીએ છીએ. સુપ્રસિધ્ધ ઓરકેસ્ટ્રા, જાણીતા ગાયક કલાકારો રંગ જમાવશે અમે રાજકોટમાં થતા નવરાત્રી મહોત્સવના પ્રિન્સ-પ્રિન્સેસને ગરબા રમવા આમંત્રણ આપીએ છીએ અને તેઓને પાસ આપીએ છીએ. અને તે તમામ પ્રિન્સ-પ્રિન્સેસ વચ્ચે ગરબાનો જંગ જામે છે. અને વિજેતા કિંગ કવીન બને છે. દર વર્ષે 5 થી વધુ ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવે છે. વધુમાં વધુ ખેલૈયાઓ ગરબા રમવા આવે તેવો અનુરોધ છે.
કાર્યક્રમને સફળ બનાવવા તેમની ટીમ દિવસ-રાત એક કરી રહી છે.
ખેલૈયાઓને બિરદાવશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય વિજયભાઇ રૂપાણી – માજી મુખ્યમંત્રી, ભાનુબેન બાબરીયા – મંત્રી ગુજરાત રાજ્ય, ઉદયભાઇ કાનગડ – ધારાસભ્ય રાજકોટ, નયનાબેન પેઢડીયા મેયર રાજકોટ ભાજપ, ભરતભાઇ બોઘરા – પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, પ્રભવભાઇ જોશી – કલેકટર રાજકોટ, દેવાંગ દેસાઇ – કમીશનર રાજકોટ મ્યુ. કોર્પોરેશન, બ્રજેશ કુમાર ઝા – પોલીસ કમિશન રાજકોટ શહેર, મહેન્દ્રભાઇ બગડીયા – જોઇન્ટ પોલીસ કમીશનર રાજકોટ શહેર, મનોહરસિંહ જાડેજા સહિતના મહાનુભાવોના હસ્તે કરાશે
સમગ્ર રાસોત્સવને સફળ બનાવવા બગથરિયા પિતા – પુત્રના વડપણ હેઠળ ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઇ) – પ્રમુખ સહકાર ગ્રુપ-પ્રમુખ ન્દુ સેના, નરેન્દ્રભાઇ બાંભલા – યુવા ઉદ્યોગપતિ – રાજકોટ, અશોકભાઇ પટેલ (મોટા મવા) – કાઠીયાવાડી જલસા, રાજદિપસિંહ એમ. જાડેજા (રાજાભાઈ) – રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ, ભુપતભાઇ બસીયા – ભાજપ અગ્રણી વોર્ડ નં. 12, સંદીપભાઈ બગથરીયા , રાધે એન્ટરપ્રાઈઝ યોગેશ બગથરીયા, સંદીપ બગથરીયા અકિલા પ્રેસ ફોટોગ્રાફર રાજકોટ જહેમત ઉઠાવી રહ્યા છે.