સિક્સ પેક બોડી બનાવવું એ આજના દરેક પુરુષનું સપનું હોય છે. તેના માટે તે જિમમાં જય ભારીભરખમ કસરાતો પણ કરે છે પરંતુ માત્ર કસરતથી જ બોડી બને છે એવું નથી તેના માટે પૂરતો પોષણક્ષમ આહાર લેવો પણ જરૂરી છે. અને વધુ પોષણ મેળવવા માટે પુરુષો માંસાહાર તરફ વળે છે.પરંતુ એમના કેટલાક લોકો એવા હોઈ છે જેને મન મારીને એ ખોરાક લેવોજ છે એવી લાગણીનો અનુભવ થતો હોય છે જયારે ખરેખર એ માન્યતા ખોટી છે કે સિક્સ પેક બોઈ બનાવ્વુ હોઈ તો નોનવેજ ખાવું જ પડે, જયારે વેજ ફૂડમાં પણ કેટ્લીક એવી વસ્તુઓ છે જેને નિયમિત રૂપથી આરોગવામાં આવે તો તેમાંથી પૂરતું પોષણ મેળવી ફોલાદી શરીર બનાવી શકાય છે.તો આવો જાણીએ એવાજ કેટલાક શાકાહારી ભોજન વિષે…
ઓટ્સ
ઓટ્સ એ સંપૂર્ણ આહાર છે. જેમાં કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર, પ્રોટીન,ખનીજ અને વિટામિન વગેરે ભરપૂર માત્રામાં હોઈ છે. તો તેનું રોજ નિયમિત રૂપથી સેવન કરવામાં આવે તો શરીને પૂરતા પ્રમાણમાં પોશાક તત્વો મળી રહે છે સાથે સાથે અપચાની સંશય પણ દૂર થાય છે. આ ઉપરાંત ઓટ્સ ખાવાથી શરીરમાં ચરબી જમા નથી થતી અને મસલ્સના વિકાસમાં પણ મદદરૂપ થાય છે.
અન્ય આહાર
ઓટ્સ ઉપરાંત તમે સુદ્રઢ શરીર માટે શાકાહારી ભોજનમાં માંડવીના બી પણ લઇ શકો છો જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું છે જે બોડી બિલ્ડીંગ માટે એક અનિવાર્ય સ્ત્રોત છે.
જીમમાં વ્યાયામ કાર્ય બાદ તમે ઓટ્સ, ત્રણ લાડવા, બે કેળા, એક ચમચી પીનટ બટર, 100ગ્રામ પનીર, મગફળી વગેરેનું સેવન અચુંક કરો. આટલું કરવાથી તમારે માંસાહાર કરવાની જરૂરત નહિ રહે અને અનિચ્છાએ તમારે માંસાહાર કરવાની જરૂરત નહિ રહે.કારણકે સુદ્રઢ અને સિક્સ પેક બોડી બનાવવા માટે જરૂરી એવા તમામ પોશાક તાવો જેવા કે પ્રોટીન વિટામિન્સ અને કેલ્શિયમ આ આહાર માંથી મળી રહેશે.