ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ની ખાલી પડેલી 11 81 બેઠકો માટે 9 એપ્રિલ અને રવિવારના રોજ રાજ્યના અલગ અલગ 29 95 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે ત્યારે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ની તૈયારી બાબતે GPSSB ના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં હસમુખ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે ઉમેદવારોને મુશ્કેલી ન પડે તેવા પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. રાજકોટ એસટી તંત્ર 250 બસ દોડાવશે તેમજ રાજકોટ જુનાગઢ વચ્ચે પરીક્ષા સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવશે. 32 જિલ્લામાં 500થી વધુ સ્કવોર્ડ પરીક્ષા કેન્દ્ર પર નજર રાખશે. પરીક્ષા આપવા આવતા ઉમેદવારોની વિડીયોગ્રાફી કરાશે જેથી ડમી ઉમેદવારોને સરળતાથી પકડી શકાશે
બુટ અને ચપ્પલ વર્ગખંડ બહાર કઢાવી દેવામાં આવશે
પરીક્ષા માટેના મોટાભાગની હોલ ટિકિટ ડાઉન લોર્ડ થઈ ગઈ છે. સમયની બહાર ઉમેદવાર પહોંચશે તેને વર્ગખંડ કે પરીક્ષા કેન્દ્રમાં દાખલ થવા દેવા આવશે નહીં. ઉમેદવાર પેન, ઓળખકાર્ડ અને કોલ લેટર સિવાય કોઈ વસ્તુ વર્ગખંડમાં લઈ જઇ શકશે નહીં. ઉમેદવારોના બુટ અને ચપ્પલ વર્ગખંડ બહાર કાઢવી દેવામાં આવશે.