દિવ્યાંગ બાળકોના લાભાર્થે તૈયાર કરાયેલા કાર્યલક્ષી અભ્યાસક્રમનું વિમોચન સહિતના કાર્યક્રમો યોજાયા
રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત જીનીયસ સુપર ડીકસ દ્વારા બાળકો માટેના આધુનિક જુનીયસ સુપર કીડસ થેરાપી સેન્ટરનું લોકાર્પણ કરવામમાં આવ્યું હતું. તેમજ ગુજરાતના મનો. દિવ્યાઁગ બાળકોના લાભાર્થે તૈયાર કરાયેલ કાર્યલક્ષી અભ્યાસ ક્રમનું વિમોચન પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ સહીતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા.
જુનીયસ સ્કુલના ચેરમેન ડી.વી. મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જુનીયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી મનોદિવ્યાંગ બાળકો માટેનું સેન્ટર ચાલે છે ત્યાં ગઇકાલે અત્યંત આધુનીક થેરાપી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથો સાથ મનોદિવ્યાંગ બાળકો માટેનો એક કાર્યલક્ષી અભ્યાસક્રમનું વિમોચન પણ કરવામાં આવ્યું. અભ્યાસક્રમ કુલ ચાર લેવલમાં છે જેમાં પાંચ વિષયો છે ખાસ તો દિવ્યાંગ બાળકોને કે મુશ્મેલીઓ પડતી હોય છે તે મુશ્કેલીને ઘ્યાનમાં લઇ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. દિવ્યાંગ બાળકો માટેની આ પ્રવૃતિ સમગ્ર ગુજરાતમાં વિકસે અને તમામ શાળાઓ આ પ્રકારના સંમિલિત શિક્ષણની વ્યવસ્થા મેં ઉભી કરે તો આ પ્રકારનાં બાળકો માટે ખુબ જ સરળ બને. સાથો સાથ રાજય સરકારને પણ વિતંની કરવામાં આવી છે કે દરેક જીલ્લામાં એક મનોદિવ્યાંગ બાળકો માટે મોડેલ સેન્ટર હોવું જોઇએ. સાથો સાથ ગુજરાતમાં જે મોટી શાળાઓ છે તેમાં પણ આ પ્રકારના સેન્ટર હોવા જોઇએ. તેનાથી બાળકો તરફથી સારા આશિર્વાદ મળે અને કલ્યાણ રાજયની જે વાત કરવામાં આવે છે તે પણ સાર્થક કરી શકાય.
સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડે જણાવ્યું કે, દિવ્યાંગ બાળક એ દિવ્ગ બાળક છે કારણ કે આ બાળક ભગવાનની ભેટ છે. અને કુદરતે જે નસીબ નિર્માણ કર્યુ હોય તે એક સામાજીક ઉતરદાયિત્વ માટે જુનીયસ સ્કુલ બાળકોને જે રીતે ટ્રેનીગ આપે છે. તે પ્રવૃતિ સરાહનીય છે. ઉપરાંત દરેક દિવ્યાંગ બાળકને આ પ્રકારની ટ્રેનીંગ મળે તે સમાજ માટે એક નવસર્જન થાય અને જુનીયસ સ્કુલનો આ પ્રોગ્રામ ખુબ જ સારો છે. ઉ૫રાંત રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોઇપણ પ્રકારના કાર્યમાં હંમેશા તત્પર રહેશે. સેવાકીય પ્રવૃતિને હંમેશા પ્રોત્સાહન આપવામાં આવશે.
મેયર બીનાબેન આચાર્યએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જુનીયસ સ્કુલના ગ્રુપ દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે જે થેરાપી સેન્ટર ઉભુ કર્યુ છે. સાથો સાથ પુસ્તકનું પણ વિમોચન રાખવામાં આવ્યું હતું તે માટે જુનીયસ સ્કુલને ખુબ ખુબ બિરદાવી કારણ કે દિવ્યાંગ બાળકો કે જે મનથી નબળા છે તેવા બાળકોને સમાજમાં ભાવી પેરેલર કરવા માટેઆ પ્રયાસો કર્યા છે.