રસીના ડોઝનો ભાવ સરકારી હોસ્પિટલોમાં રૂ. 325 હશે : જાન્યુઆરીના અંત સુધીમાં રસી હોસ્પિટલોમા ઉપલબ્ધ થશે
નાક દ્વારા અપાતી ભારત બાયોટેકની નોઝલ કોરોના રસી ઇનોવેકની કિંમત નક્કી કરવામાં આવી છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર, ખાનગી હોસ્પિટલોમાં એક ડોઝની કિંમત 800 રૂપિયા હશે. આ ઉપરાંત પાંચ ટકા જીએસટી પણ ચૂકવવો પડશે. રિપોર્ટ અનુસાર, ખાનગી હોસ્પિટલોને પણ એક ડોઝ માટે 150 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવાની છૂટ છે. આ રીતે, આ રસીના એક ડોઝની કિંમત હાલમાં લગભગ 1000 રૂપિયા હશે. તે જ સમયે, આ રસીની કિંમત સરકારી હોસ્પિટલોમાં 325 રૂપિયા હશે.
ભારત બાયોટેકની નોઝલ વેકસીન ગયા અઠવાડિયે જ કોરોના રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી હતી. રસી અગાઉ કોવેક્સિન અથવા કોવિશિલ્ડ સાથે સંપૂર્ણ રસી મેળવનારા લોકો માટે બૂસ્ટર શોટ તરીકે મંજૂર કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીના અંત સુધીમાં તે એવા લોકો માટે ઉપલબ્ધ થશે જેમણે કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે.
ભારત બાયોટેકે આ નાકની રસી યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સાથે મળીને તૈયાર કરી છે. ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. ક્રિષ્ના ઈલાના જણાવ્યા અનુસાર, આ રસી કોવિડ સામે અસરકારક છે. તે કોવિડ-19 સામે મ્યુકોસેલ રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. ડો. ઈલાએ જણાવ્યું કે આ રસી દ્વારા અમે એવી કોવિડ રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે.