છઠા નવરાત્રમાં માં કાત્યાયનીની આરાધના થાય છે, આજના દિવસને સૂર્ય ષષ્ટિ કે સ્કંદ છઠ પણ કહેવામાં આવે છે, આ દિવસે માં દુર્ગાનાં સ્વરૂપ માં કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે માતા ને ચાર ભુજાઓ છે, તેમની બે ભુજાઓમાં કમળ અને તલવાર છે. એક ભુજા વર મદ્રા અને બીજી ભુજા અભય મુદ્રામાં રહે છે. મા કાત્યાયની કાત્યાયન ઋષિની પુત્રીનાં રૂપમાં પ્રકટ થયા હતાં. ઋષિઓને અસુરોનાં અત્યાચારથી મુક્તિ અપાવવા માટે મા દુર્ગાએ તેમનું કાત્યાયની સ્વરૂપ ધારણ કર્યું હતું.માતા જીવનમાં યશ પ્રતિષ્ઠા અને શૌર્ય આપનારી છે અને અન્યાય સામે લડનારી છે આ સ્વરૂપની ખાસ બાબત એ છે કે દીકરીઓના વિવાહમાં પ્રશ્ન આવતા હોય તો મા કાત્યાયનીની સાધના ફળદાયી નીવડે છે માતાને ધૂપ દીપ નૈવેદ્ય ધરી લાલ ફૂલ ચડાવી મંત્ર સાધના કરવાથી ઈચ્છીત વર પ્રાપ્તિ અને વિવાહમાં અડચણ હોય તો દૂર કરી શકાય છે ક્રૂર ગ્રહોના કારણે વિવાહમાં વિઘ્ન આવતા હોય તો માતાની આરાધનાથી દૂર થઇ શકે છે.
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨