ચાના ઉત્પાદનમાં જંતુનાશક દવાનો ઉપયોગ થતા વિદેશના લોકોએ ભારતીય ચા પરત કરી
એક સમય ભારતની ચા સમગ્ર વિશ્વમાં આગવી છાપ ધરાવતી હતી અને લોકો ભારતની ચાની ચૂસકી લેવા માટે તલપાપડ થતા હતા. પરંતુ સત્ય વાસ્તવિકતા અને હકીકત એ છે કે હાલ દવાઓનું પ્રમાણ ચા ના ઉત્પાદન માં સતત વધતું હોવાના કારણે વિદેશી લોકો ચાની ચૂસકી લેવા માટે તૈયાર થતા નથી અને તેઓ પાસે જે ભારતીય ચાહ પડેલી છે તે પણ પરત આપી રહ્યા છે. નહિ વિદેશના લોકોની સાથોસાથ ભારતીય લોકો પણ ભારતની ચા પીવા માટે તૈયાર ન થઈ.
શ્રીલંકાની વિકટ પરિસ્થિતિ હાલ જે જોવા મળી રહી છે અને ખાદ્ય ઊભી થઇ છે તેને પુરવા માટે ભારત પોતાની ચા નો નિકાસ શરૂ કર્યો હતો. તું નહીં હવે ચા ના ઉત્પાદન માં એફ.એસ.એસ.આઇ ના નિયમો મુજબ જ તેનું વેચાણ કરવામાં આવશે તે નિયમ સ્પષ્ટ કરી દેવામાં આવ્યો છે. ચાના ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓનું માનવું છે કે લોકોએ વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ અને સરકારે નિયમોને હળવા બનાવવા જોઈએ. હાલના તબક્કે ભારત દરેક ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં આ આંકડો વધે તે માટે જો સરકાર વિવિધ નિયમો હળવા કરે તો તેનો ફાયદો મળી શકશે.
હાલ ચા ઉદ્યોગમાં સરકારના નિયમો ખૂબ જ જટિલ છે ત્યારે જો નિયમોને હળવા બનાવાય તો ચા ના વેપારીઓને ઘણો ફાયદો મળી રહેશે. પરંતુ હાલની સ્થિતિએ વિદેશીઓને ભારતની ચા જાણે કડવી થઈ ગઈ હોય તેવુ ચિત્ર સામે આવ્યું છે.