મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલનો આભાર માનતા કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા
માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના જુનાગઢ જીલ્લાના માણાવદર વિધાનસભા મત વિસ્તારના માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકાના રૂ. 11.64 કરોડના કાચાથી ડામર તથા વાઇડનીંગ રસ્તાઓ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુર કરી જોબ નંબર આપવામાં આવેલ છે. અને આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સંબંધીત કાર્યપાલક ઇજનેર નાયબ મુખ્યમંત્રી દ્વારા સુચના આપવામાં આવી હતી.
નોન પ્લાન રસ્તાઓની વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે માણાવદર તાલુકાના વાડાસડા થી ભીંડોરા 4.80 કી.મી. લંબાઇના રસ્તો, વંથલી તાલુકાના ખોરાસા બડોદર રોડ 5.50 કી.મી. લંબાઇ રસ્તો અને વંથલી સાંતલપુર રોડ 2.00 કી.મી.લંબાઇ રસ્તો તેમજ મેંદરડા તાલુકાના ઝીંઝુડા-નતાળીયા રોડ 4.80 કી.મી. લંબાઇ રસ્તો, મીઠાપુર, ખડપીપળી રોડ 3.00 કી.મી. લંબાઇ રસ્તો, કુલ 20.10 કી.મી. લંબાઇના રસ્તાઓને રૂ. 992.00 ના ખર્ચે નોન પ્લાન કચાથી ડામર માટીકામ, મેટલીંગ, ડામર કામ સી.સી. રોડ તથા નાળા કામ સુચિત કામગીરી કરવામાં આવશે.
તેમજ થ્રુ રૂટ અન્ય જીલ્લા માર્ગ, ગ્રામ્ય માર્ગને પહોળા કરવાની કામગીરીમાં મેંદરડા તાલુકાના વાઇડનીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગ ઓફ દેવગઢ રાજાવડ રોડ ગ્રામ્ય કક્ષા 5.76 કી.મી. લંબાઇ રસ્તામાં રૂ. 172.00 લાખના ખર્ચે 3.75 મી. માંથી 5.50 મી. વાઇડનીંગની સુચિત કામગીરી કરવામાં આવશે.
આ તાલુકાના રસ્તાઓ માટે કુલ રૂ. 11.64 કરોડના કાચાથી ડામર તથા વાઇડનીંગ રસ્તાઓ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુરી આપવામાં આવી છે.
આંતર માળખાકીય સુવિધા વધે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. અને અમારા મત વિસ્તારમાં મુળભૂત માળખાકીય સુવિધાઓ સત્વરે પૂર્ણ થાય તે માટે કટિબઘ્ધ છું. આ રોડ રસ્તાઓના કામો મઁજુર થતા સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકાના આગેવાનો, સ્થાનિક લોકોમાં હર્ષ અને આનંદ લાગણી વ્યકત સહ મંત્રીનો આભાર વ્યકત કરેલ છે.
કેબીનેટ મંત્રી જવાહર ચાવડાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલનો વિધાનસભા મત વિસ્તારના મતદાર વતી આભાર વ્યકત કર્યો હતો