હવે ઘરે બનાવો હોટલ જેવી જ મસાલા છાશ અને પરિવારનું દિલ જીતો….!
બે વ્યક્તિ માટે મસાલા છાશ બનાવવા માટે……
સામગ્રી :
- દહિં – ૧ કપ
- સંચળ – ૧/૨ ચમચી
- લીલા મરચાંના ટુકડા – ૨ ચમચી
- મીઠું – ૧ ચમચી
- પાણી – ૧/૨ કપ
- ચાટ મસાલો – ૧ ચમચી
- કોથમીર સમારેલી – ૧ ચમચી
કેવી રીતે બનાવશો મસાલા છાશ.
એક બાઉલમાં દહીં, કોથમીર, મરચું લઇ મિક્સ કરો.
તે મિશ્રણમાં મીઠુ અને સંચળ ઉમેરો
તેમાં પાણી ઉમેરી એકરસ કરો અને બ્લેન્ડરથી બ્લેન્ડ કરો.
એ છાશને હવે એક ગ્લાસમાં લઇ તેના પર એક ચપટી જેટલો ચાટ મસાલો છાંટી ગાર્નીશ કરી સર્વ કરો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,