- આગામી સમયમાં યોજનારી GPSC પરીક્ષાની તારીખ જાહેર કરાઇ
- અધિક સીટી ઈજનેર, ગ્રાહક સુરક્ષા અધિકારી સહિતની 9 જગ્યા માટે 23 ફેબ્રુઆરીએ પ્રાથમિક કસોટી લેવાશે, સંબંધિત વિષયની તારીખો અલગ અલગ
તમે પણ GPSCની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. તેમજ GPSC દ્વારા કુલ 9 પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં દરેકની સામાન્ય અભ્યાસની પરીક્ષા 23 ફેબ્રુઆરીના યોજાશે. જ્યારે સંબંધિત વિષયોની પરીક્ષા ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી અલગ-અલગ તારીખે લેવામાં આવશે.
આ દરમિયાન 23 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી લેવામાં આવશે. ત્યારબાદ 6 ફેબ્રુઆરીથી લઈ 20 એપ્રિલ સુધી અલગ-અલગ તારીખે સંબંધિત વિષયોની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ નોંધનીય છે કે, GPSC દ્વારા 9 પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં નીચે મુજબના વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ જગ્યાઓ માટે લેવાશે પરીક્ષા
- અધિક સીટી ઈજનેર (સિવિલ), વર્ગ-1, GMC
- મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2, GMC
- મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (ન. જ. સં. પા.પુ. ક વિભાગ)
- નાયબ કાર્યપાલક ઈજનેર(સિવિલ), વર્ગ-2 (GWRDC)
- નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (ન. જ. સં. પા. પુ. ક વિભાગ)
- સાયન્ટિફિક ઓફીસર (ભૌતિકશાસ્ત્ર), વર્ગ-2
- મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-2
- મદદનીશ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, વર્ગ-2
- નાયબ કાર્યપાલક ઈજનેર (સીવીલ), વર્ગ-2 GMC
- અધિક મદદનીશ ઈજનેર (સીવીલ), વર્ગ-3 GMC
- અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત), વર્ગ-3 GMC