બધા માટે લાગણી , પ્રેમ , કાળજી કરતા કરતા તૂ તને જ ભૂલી ગઇ કે શુ? ક્યારેક તો મારી સાથે પણ સમય વિતાવ. હુ પણ તારી અંદર વસુ છુ. પણ આસપાસ ની દુનિયા, ખોટા સંબંધો, સામાજીક વ્યવહારો બધુ કરતા કરતા પોતાનામા વસતી તૂ પોતાની જાત ને જ ભૂલી ગઇ?
તૂ તને કેટલુ ચાહતી.. એ ચાહત માટે પણ થોડો સમય કાઢ. એને નામ પણ એક સાંજ કર જેમા તૂ , એક મગ કોફી અને તારો ગમતો એ ઝૂલો… બસ બીજુ કાંઇ ન હોય…. તારા થી વધુ તને કોઇ નહી ચાહી શકે. બસ તૂ તને પ્રેમ કર, એ પ્રેમ તને તો ખૂશી આપશે પણ તારી આસપાસ ના લોકો ને પણ ખૂશી આપશે.
તારી વેદના કે વ્યથા તારે મને કહેવા ની પણ જરુર નથી, હુ બધુ જ અનુભવુ છુ..તૂ એ ખોટી આશા મા થી બહાર આવ કે કોઇ તારૂ અંગત આ વાત અનુભવે. આપણી તકલીફ આપણા કરતા વધુ કોણ અનુભવે? વિશ્વાસ અને ભરોસો કોઇ મા શોધે છે તૂ , પણ એક વાર તૂ તારી જાત પર એ વિશ્વાસ કરી તો જો… ક્યારેય નહી ટૂટે….
તૂ કેમ તારી ખૂશી માટે બીજા પર આધાર રાખે? તારી ખૂશી તારી અંદર જ છે બસ, એને મહેકવા નો મોકો તો આપ. તારી ખૂશી તારા પોતાના હાથ મા છે. જેમ કોઇ ઊપર ખૂશી આધારિત નથી એમ કોઇ દુઃખ માટે પણ કોઇ જવાબદાર નથી. આપણે જ આપણ ને દુઃખી કરવા નો હક કોઇ ને નથી આપવા નો. કેમકે કોઇ નુ અપાયેલુ દુઃખ તારા પોતાના સુખ શાંતિ થી તો વધુ ન જ હોવા જોઇએ..
સંબંધો ક્યાં જીંદગી આખી આપણ ને સાથ આપે છે, ક્યારેક અનુકુળતા મુજબ ના સંબંધો તો ક્યારેક જરૂરિયાત મુજબ ના, ક્યારેક અનંત યાત્રા પર ચાલ્યા જતા સંબંધો તો ક્યારેક દગાખોરી થી ભર્યા સંબંધો…
ક્યારેક તો એ સંબંધ ને ખૂબ જીવ્યા હોય, ચાહ્યો હોય, માણ્યો હોય તો પણ એ અલગ રાહ પકડી લે છે.. પણ તારા થી તારો સંબંધ તો કેટલો મજબૂત છે છતા પણ તૂ એ તકલાદી સંબંધો પાછળ દુઃખી થાય છે…
તૂ તને સમય આપ, તને પ્રેમ કર, તારી અંદર રહેતી તને પણ જીંદગી જીવવા નો મોકો આપ…
તૂ જ છો જે કાયમ તારી સાથે રહેશે..