શિયાળાની ધુમ્મસભર્યા વાતાવરણમાં ટ્રેનોને સમયસર દોડાવવા રેલ્વેએ પાઇલટને સતર્ક કરવા માટે ટ્રેનોમાં જી.પી.એસ સક્ષમ ધુમ્મસ સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. રેલ્વે પ્રશાસનમાંથી મળતી માહિતી મુજબ ટ્રેનોમાં જી.પી.એસ આધારી ઉપકરણોનો ઉપયોગ કરવાની યોજના આગળ વધી રહી છે. ઉત્તર ભારતમાં રેલ્વેએ લગભગ ૨૪૦૦ ડિવાઇસ મંજુર કર્યા છે. જ્યાં ઠંડી દરમ્યાન ટ્રેનોના ટાઇમટેબલ ઉપર સૌથી વધુ અસર થાય છે.
૭૦૦ જેટલા જી.પી.એસ ડિવાઇસ દિલ્હી ક્ષેત્રને ફાળવવામાં આવ્યા છે. આ સીસ્ટમ લગાવવાની સાથે-સાથે રેલ્વે દ્વારા એવા ક્ષેત્રોનો પણ અભ્યાસ કરવામાં આવશે જ્યાં ધુમ્મસ દરમ્યાન વિઝિબિલીટી શુન્ય રહે છે. આવા ક્ષેત્રમાંથી પસાર થનારી ટ્રેનોમાં પાઇલટને સિગ્નલની જાણકારી આપવા માટે પણ એવી ડિવાઇસ છે. જે ટ્રેક ઉપર પૈડા ચાલવાથી વિસ્ફોટ જેવો અનાજ પેદા કરે છે. જેનાથી પાઇલટને ખબર પડી જશે કે થોડા જ સમયમાં સ્ટેશન આવશે તથા આ સિસ્ટમને કારણે ટ્રેન સમયસર નિયત સ્ટેશને પહોંચી શકશે.
આ પ્રકારની ડિવાઇસ માત્ર એવા જ ક્ષેત્રોમાં લગાવવામાં આવશે જ્યાં ધુમ્મસનું પ્રમાણ વધારે હોય