ફિલ્ડ માર્શલ કન્યા છાત્રાલયમાં વ્યાખ્યાન યોજયું: ૧૦૦૦ દીકરીઓએ આત્મવિશ્ર્વાસ એકાગ્રતાનું મહત્વ સમજ્યું
ફિલ્ડ માર્શલ તથા ગોવાણી ક્ધયા છાત્રાલય-રાજકોટના પ્રમુખ તથા રાજબેંકના ચેરમેન ચંદુભાઈ પોપટભાઈ કણસાગરા (ફિલ્ડમાર્શલ)ના અધ્યક્ષ સ્થાને રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્ર્વરાનંદજીના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતુ. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પરસોતમભાઈ ફળદુએ પુષ્પગુચ્છથી સ્વામીજીનું સ્વાગત તથા સન્માન કર્યું હતુ કેમ્પસ ડાયરેકટર પ્રો.જે.એમ. પનારાએ જણાવ્યું કે સ્વામીજી પ્રખર વકતા, લેખકતથા વેદાંત અને ભારતીય ધર્મગ્રંથોના પ્રખર અભ્યાસુ છે.
તેઓ દેશ વિદેશમાં તથા ખાસ કરીનેને શૈક્ષણીક સંસ્થાઅંમાં વેદાંતના વૈશ્ર્વિક સંદેશનો પ્રચાર-પ્રસાર કરવા માટે હિન્દી, ગુજરાતી તથા અંગ્રેજીમાં પ્રવચનો આપી વેલ્યુ એજયુકેશનનું કામ કરી રહ્યા છે તેઓએ વિવિધ સામયીકોમાં અનેક લેખો લખીને ઘણું મોટુ પ્રદાન કર્યું છે. આ કાર્યક્રમમાં કાંતા સ્ત્રી વિકાસ ગૃહના પૂર્વ પ્રિન્સીપાલ તથા એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે બેસ્ટ ટીચરનો રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પન્નાબેન પંડયા તથા ટ્રસ્ટી ગૌતમભાઈ ધમસાણીયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની ગૃહમાતાઓ ક્રિષ્નાબેન, સુમીત્રાબેન, અનસૂયાબેન તથા જાગૃતિબેનના હસ્તે પન્નાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વામીજીએ રામકૃષ્ણ પરમહંસ, શારદામણી દેવી તથા સ્વામી વિવેકાનંદજીનાવિવિધ પ્રેરક પ્રસંગો રજૂ કરી દિકરીઓમાં એક નવી જ ઉર્જાનો સંચાર કર્યો હતો. સ્વામીજીની પ્રેરક વાતોનાં કેટલાક મુખ્ય અંશો આ પ્રમાણે છે. કોઈપણ પક્ષી એક પાંખથી ઉડી શકે નહિ, તેવીજ રીતે જયાં સુધી નારીનો વિકાસ નહી થાય ત્યાં સુધી દેશનો વિકાસ નહી થાય અને નારીનો વિકાસ ત્યાં સુધી નહી થાય જયાં સુધી તે શિક્ષીત નહી થાય સ્વામી વિવેકાનંદજીએ નારી શિક્ષણ પર ખઊબ ભાર મૂકયો હતો. તેમણે નારી જાતીની ઉપેક્ષા સામે અવાજ ઉઠાવી નરી સન્માનનું ખૂબ જ મોટુ કામ કર્યું હતુ. દેશના પતન થવાનું મુખ્ય કારણ નિમ્ન કક્ષાના લોકોની ઉપેક્ષા અને નારીનું શોષણ જવાબદાર છે. સફળતાનો મંત્ર સમજાવતા જણાવ્યું કે સફળતાનું રહસ્ય મનની એકાગ્રતામાં સમાયેલું છે. એકાગ્રતાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આપણાં મન જેટલું શુધ્ધ થશે એટલું આપણુ મન એકાગ્ર થશે. આપણે આહાર જેટલો શુધ્ધ હશે એટલું મન શુધ્ધ હશે. એકાગ્રતા ભંગ થાય તેવા કાર્યક્રમો ટી.વી.માં જોશો નહી તથા તેવા પુસ્તકો પણ વાંચશોનહી જયારે જીવન નિયંત્રીત થાય ત્યારે જ મન નિયંત્રીત થાય. જીવન જેટલું નિયમિત થશે એટલું આપણું મન એકાગ્ર થશે. મનની એકાગ્રતાથી ૧૦ કલાકનું ભણવાનું એક કલાકમાં પૂર્ણ થશે. નિયમિત અને સફળ જીવન માટે આળસ નામના રાક્ષસનો વધ કરવો પડે. આ રાક્ષસના વધ માટે દરરોજ સવારે ઉઠીને વ્યાયમ કરવો જોઈએ તેમ જણાવ્યું હતુ.