રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીની ‘જન આશિર્વાદ યાત્રા’ને ખોબલે ખોબલે વધાવતા શહેરીજનો
‘જન આશિર્વાદ યાત્રા’ને સફળ બનાવવા બદલ કાર્યકર્તાઓ અને શહેરીજનોનો જાહેર આભાર માનતા કમલેશ મિરાણી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને ભાજપા સરકાર દ્વારા કરાયેલા કાર્યો પણ પ્રજા સુધી પહોંચે તે હેતુસર પ્રજાના આશિર્વાદ મેળવવા માટે આ ‘જન આશિર્વાદ યાત્રા’નું આયોજન કરાયું છે. રાજ્યના મંત્રી અરવીંદભાઈ રૈયાણીની ‘જન આશિર્વાદ યાત્રા’ ગ્રીનલેન્ડ ચોકડીથી પ્રારંભ થઈ સામા કાંઠે તેમના મતવિસ્તાર વિધાનસભા-68ના વિવિધ રૂટ પર ફરી હતી.
શહેર ભાજપ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આ યાત્રાનું બેન્ડ, ફુગ્ગા, બાળાઓના રાસ, ઢોલ, શરણાઈ, ડી.જે.ની રમઝટ, ફુલોની પાંખડીથી આ યાત્રાનું ભવ્ય સ્વાગત થયું હતું અને ત્યારબાદ કુવાડવા રોડ શીવપરા ચોક, ડી માર્ટ મોલ, રણછોડદાસજી આશ્રમ રણછોડનગર સોસાયટી શેરી નં.7 કોર્નર, નાગરીક બેન્ક ચોક, બેડીપરા, ખાદી ગ્રામોદ્યોગ ભવન, પેડક રોડ, બાલક હનુમાનના મંદિર ગોવિંદબાગ શાક માર્કેટ પાસે, ગોવિંદબાગ મેઈન રોડ, સંત કબીર રોડ, પૂર્વ ઝોન ઓફીસ, ભાવનગર રોડ, ચુનારાવાડ ચોક, મોહનભાઈ સરવૈયા હોલ પાસે, 80 ફુટ રોડ, આંબેડકર ગેઈટ 80 ફુટ રોડ, સોરઠીયા વાડી ચોક, , સુતા હનુમાનજી મંદિર, કોઠારીયા રોડ, દેવપરા ચોક, કેદારનાથ સોસા. ગેઈટ અને અંતે હુડકો બસ સ્ટોપ ખોડીયાર હોટલ પાસે યાત્રાનું સમાપન થયેલ ત્યારે યાત્રાના સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ સર્જાયો હતો.
રાજ્યના મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વાર જન આશિર્વાદ યાત્રા થકી પધારેલ અરવિંદભાઈ રૈયાણીએ શહેર ભાજપ અને શહેરીજનો ઉમળકાભેર આવકાર અને ભવ્ય સ્વાગત બદલ જાહેર આભાર વ્યક્ત કરતા જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યર્ક્તાઓ વિવિધ જવાબદારીઓ વહન કરતા આવે છે ત્યારે કાર્યર્ક્તાઓ માટે સતા એ સેવાનું માધ્યમ છે, ત્યારે રાજ્ય સરકારમાં રાજયના મંત્રી તરીકેના દાયિત્વને સફળતાપૂર્વક નિભાવી ગુજરાતની વિકાસ યાત્રામાં સહભાગી બનીશ ત્યારે રાજય સરકારમાં હું એક મંત્રી છુ, પરંતુ રાજકોટના પનોતા પુત્ર હોવાની સાથોસાથ રાજકોટ શહેર ભાજપનો એક કાર્યર્ક્તા છુ, અને રહીશ.
‘જન આશિર્વાદ યાત્રા’ ખરા અર્થમાં જનમાનસના માનસપટ પર અંક્તિ થાય તે માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ આ યાત્રાને શાનદાર રીતે સત્કારવા માટે શહેર ભાજપ દ્વારા ભવ્યયાતિભવ્ય આયોજન થયુ હતું. ત્યારે આ ‘જન આશિર્વાદ યાત્રા’ની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ મહામંત્રી, વિધાનસભા-68ના ઈન્ચાર્જ અને આ ‘જન આશિર્વાદ યાત્રા’ના ઈન્ચાર્જ કિશોરભાઈ રાઠોડે સંભાળી હતી. ત્યારે ગુજરાતે વિકાસના નવા સીમા ચિન્હો પ્રસ્થાપિત કરી સ્વરાજયથી સુરાજયના સંકલ્પ સાથે ઉતમથી સર્વોતમ બનવા પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી છે.
ત્યારે આ ‘જન આશિર્વાદ યાત્રા’ના માધ્યમથી રાજય સરકારના મંત્રીઓ કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ લોકહીતકારી અને લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી ગુજરાતની વિકાસયાત્રાને અવિરત આગળ ધપાવી રહયા છે ત્યારે આ ‘જન આશિર્વાદ યાત્રા’માં રાજકોટ શહેર ભાજપના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શહેરના મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, રક્ષાબેન બોળીયા, સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ દિવસ-રાત એક કરીને પિરશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી.
જન આશિર્વાદ યાત્રામાં મિરાણી-રૈયાણીની દોસ્તી ખીલી ઉઠી
મંત્રી અરવિંદ રૈયાણીએ ગીત ગાયું “તેરે જૈસા યાર કહા” સામે શહેર પ્રમુખે સંગીતમય અંદાજમાં કહ્યું “એ દોસ્તી હમ નહીં તોડેંગે”
રાજકોટ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીનો તાજેતરમાં ગુજરાત રાજ્યના નવા મંત્રી મંડળની અંદર સમાવેશ કરવામાં આવતા તેમને રાજયકક્ષાના વાહન વ્યવહાર નિગમના મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે મંત્રી બન્યા બાદ અરવિંદભાઇ રૈયાણી પ્રથમ વખત પોતાના વતન રાજકોટમાં આવતા રાજકોટ શહેર ભાજપ દ્વારા આજે “જન આશીર્વાદ યાત્રા” આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજની આ જન આશિર્વાદ યાત્રામાં રાજનીતિમાં ભાગ્યે જોવા મળતી હળવાશ ની પળ જોવા મળી હતી જેમાં સંગઠનમાં અધ્યક્ષ સ્થાને રહેલા મિત્રે સરકારમાં મંત્રી બનેલા મિત્ર માટે અને સરકારમાં પ્રધાન બનેલા મિત્રે સંગઠનમાં રહેલા પ્રમુખ મિત્ર માટે તેરે જેસા યાર કહા ગીત ગાયું હતું.
રાજકોટના પ્રવેશ દ્વાર એવા ગ્રીનલેન્ડ ચોકથી સમગ્ર પૂર્વ વિધાનસભા વિસ્તારમાં મંત્રી અરવિંદભાઇ રૈયાણીની જન આશીર્વાદ યાત્રા યોજાઇ હતી. આ જન આશીર્વાદ યાત્રામાં રાજકોટ શહેર ભાજપના નેતાઓ આગેવાનો, મહિલા મોરચો, યુવા ભાજપ તેમજ તમામ સેલના આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રી અરવિંદભાઇ રૈયાણીને આશીર્વાદ અને શુભકામના પાઠવી હતી.
આ સમયે રાજકોટના વોર્ડ નંબર 4માં બાલક હનુમાનજી મંદિર નજીક યાત્રા પહોંચી ત્યારે લોક કલાકાર ગાયક તેજસ શીશાંગીયા મિત્રાચારની લાગણની અભિવ્યક્તિ સમુ ઉત્સાહપ્રેરક લોકપ્રિય હિન્દી ગીત યારા તેરી યારી ગીત ગાવાની શરૂઆત કરતા હતા. આ સમયે ત્યાં શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી સહિત અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત હતાં ત્યારે શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મીરાણીએ હૃદયના ઉમળકાની અભિવ્યક્તિ માટે અચાનક ગાયક કલાકાર તેજસભાઇ શીશાંગિયાને બોલાવી તેમની સાથે તેમના પક્ષના સહયોગી મિત્ર નવનિયુક્ત મંત્રી અરવિંદભાઈ રૈયાણીને સંબોધી “તેરે જેસા યાર કહા, કહા એસા યારાના, યારા તેરી યારી કો મેને તો ખુદા માન” ગીત ગાયું હતું. આ ઘડી રાજકારણમાં કદાચ ભાગ્યે જોવા મળે તેવી હળવાશની પળ હતી જે જોતા ત્યાં હાજર દરેક લોકોના ચહેરા પર અલગ સ્મિત જોવા મળ્યું હતું.