કોઇપણ ઘરમાં બાળકના જન્મની સાથે જ ખુશીનો માહોલ છવાય જાય છે. ત્યારે ઘરમાં કંઇક અલગ જ પ્રકારનો માહોલ જોવા મળે છે. પરંતુ ભારતમાં એવુ એક ગામ છે. જ્યાંની ધરતી પર હજુ સુધી કોઇ બાળકે જન્મ લીધો નથી. સાંભળતા જ ઘણુ અજીબ લાગે છે. પરંતુ આ ખરેખર સાચી ઘટના છે. જેનો સામનો વર્ષોથી આ ગામના લોકો કરી રહ્યા છે.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ ૭૦ કિલોમીટર દૂર આવેલા રાજગઢનું સાંકા જાગીર નામના ગામમાં ૫૦ વર્ષોથી કોઇ બાળકે જન્મ લીધો નથી. આની પાછળનું કારણ ગામના લોકો એમ માને છે કે ગામની સીમાંની અંદર બાળકનો જન્મ થશે તો તેનો જીવ ચાલ્યો જશે. અથવા તો પછી તે અપંગ થઇ જશે. આ ડરના કારણે ગામના લોકોએ ગામની સીમાની બહાર એક રુમ બનાવી રાખ્યો છે. જ્યારે કોઇપણ મહિલાને લેબરપેન શરુ થાય છે. ત્યારે તેની પ્રસવ આ રુમમાં કરવામાં આવે છે.

જો કે આ ગામના લોકોનું કહેવુ છે કે અહીંયા એક સમયે શ્યામજીનું મંદિર હતું તેની પવિત્રતા જાળવી રાખવા માટે ગામના બુઝુર્ગોએ મહિલાઓની ડિલિવરી બહાર કરવાનો નિર્ણય લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.