જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં વૈશાખી મેળા દરમિયાન મોટી દુર્ઘટના બની હતી જેમાં બેની સંગમ વિસ્તારમાં લોખંડની ફૂટબ્રિજ તૂટી પડતા અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે વિસ્તારમાં વૈશાખી મેળો ચાલી રહ્યો હતો અને આ બૈસાખી મેળામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
#WATCH | J&K: A footbridge collapsed during the Baisakhi celebration at Beni Sangam in Bain village in Udhampur's Chenani Block
Six people were injured during the incident. A rescue operation is underway. Police and other teams have reached the site: Dr Vinod, SSP Udhampur… pic.twitter.com/2jGn1QxLpX
— ANI (@ANI) April 14, 2023
ઉલ્લેખનીય છે કે, આ ફૂટબ્રિજ વિસ્તારમાં લોકોએ જાતે પૈસા જમા કરીને બનાવ્યો હતો. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલે ઉધપુરના એસએસપી ડૉ. વિનોદે કહ્યું છે કે આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પોલીસની સાથે અન્ય ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે.