કહેવાય છે ને કે પ્રેમ પાગલ બનાવી દે છે…. ભાન ભુલાવી દે છે. એમાં પણ પોતાની ગર્લ ફ્રેન્ડને પ્રોપોઝ કરવા માટે લોકો ઘણી વાર એવું કરી બેસે છે જેની આપણને જાણ થતા જ આશ્ચર્ય લાગે છે. જો કે આ પળ પ્રેમી યુગલ માટે બહુ હસીન હોય છે. પ્રેમમાં તરબોળ લોકોને તો ત્યારે એવો ખ્યાલ પણ નથી હોતો કે તેઓ ક્યાં છે…? શું કરી રહ્યા છે…? કે કોની સામે કરી રહ્યા છે…? ત્યારે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. અગાઉ પણ આવા કિસ્સા આપણી સમક્ષ આવી ચુક્યા છે કે કોઈ ક્રિકેટર કે ફુટબોલર પોતાની જીવનસાથી અથવા તો ગર્લ ફ્રેન્ડને પ્રોપોઝ કરવા ઘણી વાર મેચ દરમિયાન ભાન ભૂલી ઈશારાઓ કરતા હોય છે.

ત્યારે હાલ માં જ અમેરિકી ફૂટબોલ પ્લેયરે લાઇવ મેચમાં ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. અમેરિકી ફૂટબોલર હસની ડૉટસન સ્ટીફેન્સે રવિવારે મેજર લીગ સૉકર (MLS)માં મેચ પછી આ યાદગાર સમય મેમરીમાં કેદ કર્યો. ત્યાર પછી 10 મિનિટ સુધી દર્શકો ચિયર કરતા રહ્યા હતા. ફૂટબોલર હસનીની ગર્લફ્રેન્ડ પેટ્રા વુકોવિચને મેદાન પર આવવા કહ્યું હતું. ત્યાર પછી તેણે રોમેન્ટિક અંદાજમાં પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી હતી. ઘૂંટણિયે બેસીને તેણે રિંગ પહેરાવી હતી. ફૂટબોલર હસનીની ગર્લફ્રેન્ડ પેટ્રાએ પણ ઈન્સ્ટાગ્રામ પર પ્રપોઝ કરતો ફોટો શેર કર્યો હતો. પેટ્રાએ કેપ્શનમાં લખ્યું હતું કે હું ઘણી ખુશ છું કે અત્યારે આ ખુશીને શબ્દોમાં વર્ણવી શકું તેવી સ્થિતિમાં નથી. હસનીએ મને જે પ્રેમ આપ્યો છે એની હું આભારી છું. મને શુભેચ્છાઓ પાઠવનારને ધન્યવાદ.

tsss

હસનીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઘણા ફોટો શેર કર્યા હતા. 7 જૂને તેણે પેટ્રા સાથે એક ફોટો શેર કર્યો હતો. ફેન્સ અને પરિવારના સભ્યો કમેન્ટ્સ કરીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

tlbsr

અમેરિકન ફૂટબોલ 11 ખેલાડીની બે ટીમ વચ્ચે રમાય છે. આને રગ્બી કહેવાય છે, જેમાં દરેક ટીમે હાથ અને પગથી બોલ બીજી ટીમના એન્ડ ઝોનમાં પહોંચાડવાનો હોય છે. જે ટીમના હાથમાં બોલ હોય છે, એને સામેની ટીમ બેરિકેડ બનાવીને રોકવાનો પ્રયાસ કરે છે. એન્ડ ઝોન સુધી પહોંચનાર ટીમને પોઈન્ટ મળે છે. આ ગેમ મોટા ભાગે અમેરિકા અને કેનેડામાં રમાય છે. એક મેચ 60 મિનિટ સુધી ચાલે છે.
foot

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.