ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કૂલ-રાજકોટ દ્વારા વિવિધ રમતોને પ્રોત્સાહન આપવા અનેક વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટસ તેમજ ટૂર્નામેન્ટનું આયોજન કરે છે.ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કૂલ રાજકોટનાં ખેલાડીઓને વિવિધ ગેમ્સ જેમ કે ક્રિકેટ,ફુટબોલસ, હોકી મેચમાં આંતરરાષ્ટ્રીય સ્થાન મળે તેવા પ્રયત્નો કરે છે. તેમાના એક ભાગ રૂપે ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજીત ગ્રીનવુડ ફુટબોલ ટ્રોફીંનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજકોટની વિવિધ પ્રસિદ્ધ સ્કુલ તેમજ ફુટબોલ ટીમોએ ભાગ લીધો હતો.આ ટ્રોફીનાં સહ આયોજક તરીકે રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ એશોસિએશન રાજકોટ ડિવીઝન સ્પોર્ટસ એશોસિએશન જોડાયા હતા. ફુટબોલ ટુર્નામેન્ટ માં એન્ડર -૧૨ બોયઝ કેટેગરીમાં સેન્ટ,ઝેવીયર્સ સ્પોર્ટસ એકેડમી વિજેતા તેમજ વાય.સી.સી ઉપવિજેતા રહી. અંન્ડર-૧૪ ગર્લ્સ કેટેગરીમાં સેન્ટ ઝેવીયર્સ એકેડમી વિજેતા તેમજ ગ્રીનવૃડ ઈન્ટરનેશનલ સ્કૂલ ઉપવિજેતા તથા અંન્ડર-૧૪ બોયઝ કેટેગરીમાં આર.યુ.એફ.સી.-એ ટીમ વિજેતા તેમજ ટીમ ઉપવિજેતા રહી.એન્ડર-૧૭ ગર્લ્સ કેટેગરીમાં સેન્ટ ઝેવીયર્સ સ્પોર્ટસ એકેડમી વિજેતા તેમજ નિર્મલા ક્ધવેન્ટ સ્કૂલ ઉપવિજેતા રહી અને અંન્ડર -૧૭ બોયઝ કેેટેગરીમાં વાય.સી.સી ટીમ વિજેતા તેમજ આર.ડી.એસ.એ ટીમ ઉપવિજેતા થઈ હતી.
સમાપન સમારોહ યોજ્યો હતો જેમાં ગ્રીનવૃડ ઈન્ટનેશનલ સ્કૂલનાં ચેરમેન ભુપતસિંહ જાડેજા, રાજકોટ રેલ્વે ડી.આર.એમ પરમેશ્ર્વર કુકવાલ,રેલ્વે ડી.ઓ.એમ અભીનવ જૈફ, સરગમ કલબ તેમજ રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ એશીએશનના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, રેલ્વેના એલ.એન.દાહમાં, મયુરધ્વજસિંહ ઝાલા,ગંભીરસિંહ જાડેજા,ડીસોઝા સર, મીરામ્બિકા સ્કૂલ ચેરમેન હર્ષાબા જાડેજા,ગ્રીનવૃડ ઈન્ટનેશનલ સ્કુલનાં પ્રિન્સીપાલ ડો.હેતલબેન પરીખ વગેરે મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.વિજેતા તેમજ ઉપવિજેતા ટીમને ટ્રોફી તેમજ મેડલ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થી અને વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.