ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા – ફિફાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે મિની વર્લ્ડ કપના આયોજન માટે વિચારણા શરૃ કરી છે. ફિફાના પ્રમુખ જીએની ઈન્ફાટીનોએ નવા પ્રસ્તાવ અંગે જણાવ્યું કે, મિની વર્લ્ડ કપ દર બે વર્ષે આયોજીત થશે અને તેમાં ટોચની આઠ ટીમો જ ભાગ લેશે. જ્યારે આ ઉપરાંત ફિફાનો દર ચાર વર્ષે રમાતો મેગા ફૂટબોલ વર્લ્ડ કપ તો નિયમિત રીતે જારી રહેશે.
મિની ફૂટબોલ વર્લ્ડ કપને ફાઈનલ એઈટ નામ આપવામાં આવશે અને આ વર્લ્ડ કપ ઈ.સ. ૨૦૨૧થી શરૃ થાય તેવી શક્યતા છે. ફિફા માને છે કે, તેનો આ નવો પ્રોજ્કેટ ૧૨ વર્ષની સાઈકલમાં ૨૫ અબજ ડોલરની વર્થ ધરાવશે. વધુમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલની લોકપ્રિયતામાં પણ વધારો થશે. ઇન્ફાટીનોએ ભલામણ કરી છે કે, નવો મિની વર્લ્ડ કપ ઓક્ટોબર કે નવેમ્બરમાં આયોજીત કરવામાં આવી શકે છે.
કેટલાક ઈન્વેસ્ટર્સ આ પ્રકારની ટુર્નામેન્ટ પાછળ ૨૫ અબજ ડોલરનો ખર્ચ કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત ફિફા કલબ વર્લ્ડ કપના માળખામાં ધરમૂળ પરિવર્તન કરવાની સાથે તેને નવા સ્વરુપે રજુ કરશે. જ્યારે કોન્ફિડરેશન કપને પડતો મૂકવાની જાહેરાત તેઓ અગાઉ કરી ચૂક્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com