રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
30 જિલ્લાઓમાંથી 700 ખેલાડીઓએ ભાગ લીધો: બહારગામના ખેલાડીઓએ માટે રહેવા-જમવાની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી
રાજકોટમાં હાલ જાણે ફુલબોલનો જંગ જામ્યો હોય તેમ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ રેસકોર્સ ખાતે મહાનગરપાલિકા અને સ્ટેટ ડિસ્ટ્રીકટ રિલાયન્સ ફૂટબોલ ક્લબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજ્યભરમાંથી અનેક ખેલાડીઓએ ફૂટબોલ કપમાં ભાગ લીધો છે.
રાજકોટમાં હાલ ફૂટબોલ પ્રેમીઓમાં “લેટ્સ ફૂટબોલ”નો રંગ લાગ્યો હોય તેમ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સમાં ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ મહાનગરપાલિકા અને સ્ટેટ ડિસ્ટ્રીકટ ફૂટબોલ દ્વારા રિલાયન્સ ફુલટબોલ કપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુરા રાજ્યભરમાંથી અનેક ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આજથી શરૂ થયેલા રિલાયન્સ ફૂટબોલ ક્લબની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા તથા બાનલેબના મૌલેશભાઈ ઉકાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટમાં યોજાયેલા રિલાયન્સ ફૂટબોલ ક્લબમાં ગુજરાતમાંથી 30 જિલ્લાઓમાંથી કુલ 700થી વધુ ખેલાડીઓએ ફૂટબોલની જંગ જામશે. રાજકોટમાં પણ ફૂટબોલ રસિકોએ ઉત્સાહભેર કોરોનાકાળ બાદ રમતોને આવકાર આપ્યો છે.