સિટી ફૂટબોલ ગ્રૂપે ઇન્ડિયન સુપર લીગની મુંબઈ સિટી એફસીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો
ભારતમાં ક્રિકેટ પાછળની ઘેલછા સતત વધી રહી છે. જો કે વિશ્વનો પ્રવાહ કંઈક બીજી દિશામાં છે. વિશ્વભરમાં ફૂટબોલ ચાહકોની સંખ્યા વધુ છે. ભારતમાં પણ અત્યાર સુધી પશ્ચિમ બંગાળ સહિતના કેટલાક રાજયોમાં ફૂટબોલનો ચાહક વર્ગ હતો. જો કે, ક્રિકેટની જગમગાટ પાછળ ફૂટબોલની ચમક ઓસરાય છે. પરંતુ ધીમે ધીમે ફૂટબોલે માથું ઉંચકયું છે અને હાલ ઈન્ડિયન સુપર લીગના કારણે ફૂટબોલનો ક્રેઝ ભારતમાં વધવા પામ્યો છે. તેમાં પણ માનચેસ્ટર સિટી જેવી ખ્યાતનામ ટીમ ખરીદનાર સિટી ફૂટબોલએ મુંબઈ સિટી એફસીમાં હિસ્સો ખરીદતા આગામી સમયમાં ફૂટબોલની રમતમાં વધુ રોમાંચકતા જોવા મળે તેવી ધારણા છે.
ભારત અને માંચેસ્ટર, ઇંગ્લેન્ડ ભારતીય ફૂટબોલના મહત્વનાં પગલાં તરીકે સિટી ફૂટબોલ ગ્રૂપ (સીએફજી)એ ઇન્ડિયન સુપર લીગની મુંબઈ સીટી એફસી ક્લબમાં બહુમતી હિસ્સો ખરીદવાના સોદા માટે મંજૂરી આપી છે, જે તેની આઠમી ક્લબ બનશે. સીએફજી આ ક્લબમાં ૬૫ ટકા હિસ્સો ધરાવશે, જ્યારે વર્તમાન શેરધારકો, પ્રસિદ્ધ કલાકાર અને ફિલ્મ નિર્માતા રણબીર કપૂર અને બિમલ પારેખ, બાકીનો ૩૫ ટકા હિસ્સો સંયુક્તપણે ધરાવે છે. સીએફજીનું આ રોકાણ ચોક્કસ ફૂટબોલ સંગઠનોની મંજૂરીને આધિન છે.
સીએફજીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ફેરાન સોરિયાનોએ ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ આ નિર્ણયની જાહેરાત ક્લબનાં પ્રશંસકોની હાજરીમાં કરી હતી.
જ્યારે આ સમજૂતીથી મુંબઈ સિટી એફસીને ગ્રૂપની વાણિજ્યિક અને ફૂટબોલની જાણકારીનો લાભ મળશે, ત્યારે સીએફજી ગ્લોબલ કમર્શિયલ પ્લેટફોર્મને નવું અને રોમાંચક પાસું પ્રદાન કરશે.
મુંબઈ સિટી એફસી ૮,૦૦૦ બેઠકોની ક્ષમતા ધરાવતા મુંબઈ ફૂટબોલ એરેનામાં એની હોમ ગેમ્સ રમશે. મુંબઈ ફૂટબોલ એરેના અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેસમાં છે, જ્યાં એકથી વધારે રમતો માટેની સુવિધાઓ છે. અત્યારે ટીમ છઠ્ઠી આઇએસએલ સિઝનમાં પાંચ ગેમ રમી રહી છે.
ઇંગ્લિશ પ્રીમિયર લીગ ચેમ્પિયનશિપ, માંચેસ્ટર સિટી એફસીની માલિકી માટે પ્રસિદ્ધ તેમજ વિશ્વમાં ફૂટબોલ ક્લબની અગ્રણી ખાનગી માલિક અને ઓપરેટર સીએફજીએ અમેરિકામાં ન્યૂયોર્ક સિટી, ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન સિટી એફસી, જાપાનમાં યોકોહામા એફ મેરિનોસ, ઉરુગ્વેમાં ક્લબ એટલેટિકો ટોર્ક, સ્પેનમાં જિરાનો એફસી અને ચીનમાં સિચુઆન જિયુનિયુ એફસી સાથે પણ સમજૂતીઓ કરી છે.
અત્યારે સીએફજીની કામગીરી ૮ ફૂટબોલ ક્લબ અને ફૂટબોલ સંબંધિત વ્યવસાયો સામેલ હશે, જે દુનિયાભરમાં ૧૩ ઓફિસ ધરાવે છે.
ગ્રૂપે માર્ચ, ૨૦૧૩માં એની રચના થયા પછી કામગીરી વધારી છે અને અત્યારે ૨,૦૦૦થી વધારેનો સ્ટાફ તથા ૧,૫૦૦થી વધારે ફૂટબોલર ધરાવે છે, જેઓ દર વર્ષે ૨,૫૦૦થી વધારે ગેમ રમે છે. એના સિટીઝેન્સ ગિવિંગ અભિયાન દ્વારા સીએફજી છ ખંડોમાં પથરાયેલા કમ્યુનિટી પ્રોગ્રામને સપોર્ટ આપે છે, જેમાં વર્ષ ૨૦૧૯ની એડિશનમાં મુંબઈ સામેલ છે.
આ જાહેરાત સીએફજી માટે વ્યસ્ત ગાળામાં થઈ છે. મુંબઈ સિટી એફસીમાં હિસ્સો ખરીદવાની આ સમજૂતી કર્યા અગાઉ ગ્રૂપે ટેકનોલોજી ઇન્વેસ્ટિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી સિલ્વર લેક પાસેથી નવા ઇક્વિટી રોકાણની પુષ્ટિ કરી હતી, જેણે ગ્રૂપનું મૂલ્ય ૪.૮ અબજ ડોલર આંક્યું હતું. ગયા અઠવાડિયે માંચેસ્ટર એફસીએ એનો
ઇન્ડિયન સુપર લીગ અને ભારતીય ફૂટબોલમાં સિટી ફૂટબોલ ગ્રૂપને આવકારતાં શ્રીમતી નીતા અંબાણીએ કહ્યં હતું કે, આ સીમાચિહ્નરૂપ સમજૂતી છે, જે ભારતીય ફૂટબોલના નોંધપાત્ર વિકાસનું પ્રતીક છે અને ભારતમાં સુંદર ગેમ માટે અમારા વિઝનને સાકાર કરે છે.
આ ભારતીય ફૂટબોલની લોકપ્રિયતામાં વધારાને અને દેશમાં ફૂટબોલનાં તમામ ચાહકોની ચાહના પણ સૂચવે છે. આ આપણા ફૂટબોલ, આપણી સંસ્કૃતિ અને સ્પોર્ટ વિકસાવવામાં દુનિયામાં અમે જે તક ઊભી કરી છે એની વધતી અપીલ સૂચવે છે. આપણી યુવા પેઢીની ક્ષમતા અને સંભવિતતા ભારતને અત્યારે દુનિયામાં દરેક ક્ષેત્રમાં અને ખાસ કરીને રમતજગતમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય તક ધરાવતો દેશ બનાવે છે. ભારતમાં ફૂટબોલ સાથે સંકળાયેલા તમામ લોકો વતી હું સિટી ફૂટબોલ ગ્રૂપને આવકારું છું તથા ભારતીય ફૂટબોલમાં તેમના રસ અને વિશ્વાસ મૂકવા બદલ તેમનો આભાર માનું છું. મને ખાતરી છે કે, મુંબઈ સિટી એફસી અને ભારતીય ફૂટબોલને આ ઐતિહાસિક જોડાણથી મોટો લાભ થશે.
આ સમજૂતી પર સિટી ફૂટબોલ ગ્રૂપનાં ચેરમેન ખલ્દૂન અલ મુમ્બારકે કહ્યું હતું કે, અમારું માનવું છે કે, આ રોકાણ મુંબઈ સિટી એફસીને, સિટી ફૂટબોલ ગ્રૂપ અને ભારતીય ફૂટબોલને પરિવર્તનકારક લાભ આપશે. સિટી ફૂટબોલ ગ્રૂપ ભારતમાં ફૂટબોલના ભવિષ્ય પ્રત્યે કટિબદ્ધ છે અને એ ભવિષ્યની અંદર મુંબઈ સિટી એફસી માટે સંભવિતતા ધરાવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, અમે મુંબઈ સિટી એફસીના પ્રશંસક અને સ્થાનિક સમુદાયમાં સક્રિય ભૂમિકા ભજવવા તેમજ શક્ય એટલી ઝડપથી ક્લબને વધુ વિકસાવવા અમારા સહમાલિકો સાથે કામ કરવા આતુર છીએ.
આ જાહેરાતના ભાગરૂપે સીએફજીએ પાર્ટનરશિપનાં સીનિયર વાઇસ પ્રેસિડન્ટ ડેમિયન વિલ્બીની નિમણૂક સિટી ફૂટબોલ ગ્રૂપ ઇન્ડિયાનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કરી હતી. ડેમિયન આગામી અઠવાડિયાઓમાં સિંગાપોરથી મુંબઈમાં કામગીરી સંભાળવા આવશે.