ફૂટબોલ વિશ્વકપ-2022 હાલ માંજ પૂરો થયેલ હોય ભારતભર માં ફૂટબોલ ફિવર છવાયેલ છે. રાજકોટ સીટી પોલીસ, જ્યોતિ સી.એન.સી. ઓટોમેશન લિમિટેડ તેમજ એહસાસ ટ્રસ્ટ છેલ્લા 10 થી વધુ વર્ષો થી દર વર્ષે ગુજરાત રાજ્ય માં પ્રસિદ્ધ ઓપન ગુજરાત ફુટબોલ ટુર્નામેન્ટ નુ આયોજન કરે છે જેમાં સમગ્ર ગુજરાત ની ટિમો ભાગ લે છે. આ ટુર્નામેન્ટ નો મુખ્ય હેતુ સમગ્ર ગુજરાત ક્ષેત્રે રમત ગમત ને પ્રોત્સાહન આપવા અંગેનો છે.

રાજકોટ સીટી પોલીસ અને જયોતિ ચેલેન્જર કપ આયોજીત ફુટબોલ ટુર્નામેન્ટમા: વિજેતા ટીમને રૂ. પ1 હજાર, રનર અપને રૂ. 3પ હજાર, અને ત્રીજા સ્થાને વાળી ટીમને રૂ. 7 હજાર પુરસ્કાર અપાશે

11મી ઓપન ગુજરાત ફૂટબોલ ટુર્નામેન્ટ (દિવસ અને રાત્રી) એટલે રાજકોટ સીટી પોલીસ અને જ્યોતિ ચેલેન્જર કપ-2023 આયોજન એસીપી  એમ.આઇ. પઠાણની આગેવાની માં તારીખ 05 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી, 2023 ના રોજ રેસ કોર્સ સ્થિત ફૂટબોલ મેદાન ખાતે યોજવામાં આવેલ છે.

આ ટુર્નામેન્ટ ના મુખ્ય દાતા જ્યોતિ સી.એન.સી ઓટોમેશન લિમિટેડ ના સી.એસ.આઇ. હેડ તેમજ એહસાસ ટ્રસ્ટ ના લાઈફ પ્રેસિડન્ટ  કૌશિકભાઈ સોલંકી દ્વારા આપવામાં આવેલ યાદી મુજબ આ ટુર્નામેન્ટ માં રાજ્ય ની 24 થી વધુ ટિમો ભાગ લેશે. દરેક ખેલાડીઓ માટે રહેવા ની સુઘડ વ્યવસ્થા સ્પોર્ટ્સ હોસ્ટેલ, રેસકોર્સ ખાતે કરવા માં આવેલ છે. દરેક ખેલાડીઓ માટે સવારે ચા નાસ્તો, બંને સમય નું ભોજન તેમજ એનર્જી ડ્રિન્ક ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટ નું પ્રથમ વખત ઓલ ઇન્ડીયા ફુટબોલ ફેડરેશન માં રજિસ્ટ્રેશન કરેલ હોવાથી ખેલાડીઓ માટે સેન્ટ્રલાઈઝડ રજિસ્ટ્રેશન સિસ્ટમ નો અમલ કરવામાં આવશે તેમજ દરેક મેચ ની વિગતો એ.આઇ.એફ. એડ. પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. ટુર્નામેન્ટની સંપૂર્ણ મેચો માં સ્ટેટ ફૂટબોલ એસોસિએશન ના ક્વોલિફાઈડ રેફરી તેમજ ટેક્નિકલ સ્ટાફ પોતાની સેવા આપશે.

આ ટૂર્નામેન્ટ માં ચેમ્પિયન ટીમને રૂ. 51,000, રનર અપ ને રૂ. 35,000, ત્રીજા સ્થાન વાળી ટીમને રૂ. 7,000 અને ચોથા સ્થાન વાળી ટીમને રૂ. 3,000 નું રોકડ ઇનામ આપવામાં આવશે તેમજ ટ્રોફિ આપી સન્માનિત કરાશે. દરેક મેચ માં રમત નું સુંદર પ્રદર્શન કરનાર ખેલાડીને મેન ઓફ ધી મેચનું ઇનામ આપવામાં આવશે તેમજ ટૂર્નામેન્ટ ના અંતે અલગ અલગ પોઝિશન પર શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓ ને ટ્રોફીઓ તથા ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. કુલ રોકડ ઈનામ વિતરણ ની રકમ રૂ. 1,01,000 રહેશે.

આ ટૂર્નામેન્ટ ની 11મી સિઝન ને સફળ બનાવવા માટે રાજકોટ સીટી પોલીસ ના અધિકારીઓ  એમ.આઇ પઠાણ (એ.સી.પી), એમ.બી. મકવાણા (આર.પી.આઈ), એસ.બી. ઝાલા (આર.પી.આઈ), રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન  ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાલા, વાયસીસી ફૂટબોલ કલ્બ – રાજકોટ ના પ્રમુખ જયેશભાઈ કનૌજિયા તેમજ એહસાસ ટ્રસ્ટ ના પ્રમુખ  નિશ્ચલભાઈ સંઘવી જહેમત ઉઠાવી રહ્યાં છે.

તે ઉપરાંત પોલીસ અધિકારીઓ અનિલભાઈ દવે (એ.એસ.આઈ), પરેશભાઈ સોઢા (એ.એસ.આઈ),  હરેન્દ્રભાઈ જાની (એ.એસ.આઈ),  અન્ય સ્પોર્ટસમેન તેમજ ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશન ના સિનિયર ખેલાડીઓ જહેમત ઉઠાવી રહ્યાં છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.