વિધાનસભાની ચુંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા ઝળવાઇ રહે તે માટે 27 મીલટ્રી ફોર્સ અને જુદા જુદા જીલ્લાઓમાંથી 1000 થી વધુ હોમગાર્ડની મદદ લેવામાં આવી રહી છે. વિધાનસભાની ચુંટણી દરમિયાન રાજકોટ શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા ઝાળવવા માટે શહેર પોલીસ અને પેરામીલટ્રી ફોર્સ દ્વારા સતત ફલેગ માર્ચ યોજી દેખરેખ રાખવામાં આવી રહી છે.
જેમાં આજરોજ એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફ સાથે પેરામીલટ્રી ફોર્સ દ્વારા રાષ્ટ્રીય શાળા સહિતના વિસ્તારોમાં ફલેગ માર્ચયોજવામાં આવી હતી. આ સાથે શહેરભરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ અને પેરામીલ્ટી ફોર્સ સાથે મળી ફુટ પેટ્રોલીંગ કરી કાયદો અને વ્યવસ્થા પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે.