સુરેન્દ્રનગર જીલ્લા *પોલીસ વડા દીપકકુમાર મેઘાણી* દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા અમલદારોને રવિવારનો રજાનો દિવસ હોઇ, પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરવા માટે અને ખાસ કરીને ફૂટ પેટ્રોલિંગ કરવા માટે તમામ અધિકારીઓને સુચના કરવામાં આવેલ હતી…

પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે લીંબડી ડિવિઝનના ડી.વાય.એસ.પી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શનમાં લીબડી ડિવિઝનમાં ચોટીલા, લીંબડી, ચુડા, થાનગઢ અને સાયલા પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ હતું.IMG 20180701 WA0042આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ વાહનો દૂર કરી, અડચણરૂપ વાહનોના તેમજ બેફિકરાઈથી વાહન ચલાવતા, લાયસન્સ વગર વાહન ચલાવતા, વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ હતી….

લીંબડી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ આ *સઘન પેટ્રોલિંગ દરમિયાન જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વાહનચાલકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ એન.સી. આપવામાં આવેલ હતી

અને દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની હાજરી થી રોડ અને રસ્તા ઉપરથી અડચણો દૂર કરવામા આવતા પ્રજાએ રાહતની લાગણી અનુભવી* હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.