અયોધ્યામાં રામ જન્મ ભૂમિ અને બાબરી મસ્જીદના પ્રશ્ર્ને લાંબા સમયથી ચાલતા કાનૂની જંગનો સુપ્રિમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. ચૂકાદાના પગલે સંવેદનશીલ વિસ્તારમાં સુલેહ શાંતિનો ભંગ થાય તેવી દહેશતના પગલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનઓશીલ વિસ્તારમાં ડીસીપી રવિ મોહન સૈની અને ડીસીપી મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં પોલીસ સ્ટાફ દ્વારા ફુટ પેટ્રોલિંગ કર્યુ હતું. તેમજ આવતીકાલે ઇદનો તહેવાર હોવાથી પોલીસ સ્ટાફ વધુ સાવધાની સાથે સજ્જડ બંદોબસ્તમાં જોડાયો છે. એચ.એલ. રાઠોડએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજરોજ સી.પી. સુચના મુજબ જે અયોઘ્યાનો ચુકાદો આવેલ છે. એ અનુસંધાને જંગલેશ્ર્વર વિસ્તાર: બાબરીયા વિસ્તાર જેવા અલગ અલગ વિસ્તારમાં ૧૭૦ જેટલ માણસો અધિકારી તેમજ ૧પ જેટલા વાહનો સાથે ફલેટ માર્ચ કરવામાં આવ્યો છે. હાલ વિસ્તારમાં તમામ શાંતિ છે. દરેક ચોકમાં ચેકપોસ્ટ પર બંદોબસ્ત અને વાહન ચેકીંગ પણ કરવામાં આવે છે. જનતાને રાજકોટ શહેર પોલીસ તરફથી અપીલ છે કે કાયમી શાંતિ બની રહે અત્યારે સંપૂર્ણ ભકિતનગરનો વિસ્તાર જંગલેશ્ર્વર, બાબરીયા,થોરાળા વિસ્તારમાં પણ ફલેટ માર્ચ કરવાના છીએ.