દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરિ. ટ્રસ્ટ સમાજના છાત્રોને સન્માનશે

સમસ્ત ખવાસ-રજપુત સમાજ દ્વારા દેશળ ભગત હોલ શ્યામનગર 1/3 રાજનગર ચોક પાસે, નાના મૌવા મેઈન રોડ નજીક રાજકોટમુકામે  તા.6 જુલાઈ બુધવારના રોજ સવારે 11થી બપોરના 1 વાગ્યા સુધીમાં  વિદ્યાર્થીને નોટબુકનું વિતરણ કરાશે. આ બાબતે ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે  આવેલા કાનાભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ ચૌહાણ, અરવિંદભાઈ વાઘેલા, સાવનભાઈ રાઠોડ, અશ્ર્વીનભાઈ ચૌહાણ, સુરેશભાઈ ચૌહાણ, પ્રિયાંકભાઈ ચૌહાણ, ખીલનભાઈ ભટ્ટી,  હિતેષભાઈ  હાપા, ગૌરવભાઈ ગોહિલ, વિગેરેએ વિશેષ વિગતો આપી હતી.

દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખવાસ-રજપૂત સમાજ રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા-નોટબુકનું વિતરણ કરાશે  સમસ્ત ખવાસ -રજપૂત સમાજનું ઉજજવળ  ભવિષ્ય તથા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ  થવા હેતુ દાતાઓનાં સહયોગથી  દેશળદેવ  એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલીત  ખવાસ રજપૂત સ માજ દ્વારા ધો.1 થી 8ના વિદ્યાર્થીઓને કંપાસ બોકસ અને ધો.8 પછીના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા-નોટબુકનું વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને છેલ્લી અસલ માર્કસીટ, સ્કુલ અથવા કોલેજનું આઈકાર્ડ સાથથે લઈ આવવાનું રહેશે જે વિદ્યાર્થી હાજર હશે એમને જ લાભ મળશે એક ટોકન પર એક વિદ્યાર્થીને લાભ મળશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.