ભવિષ્યમાં તમે કોઇ રેસ્ટોરાંમાં જશો તો ભોજન જાતે જ કોઇ વેઇટર વગર તમારા ટેબલ સુધી આવશે એટલું જ નહીં સીધું તમારા મોઢામાં પણ જઇ શકે છે. બ્રિટનના વિજ્ઞાનીએ અવાજનાં મોજાંની મદદથી નાના આકારના ખાદ્ય પદાર્થને હવામાં અદ્ધર રાખવાનો રસ્તો શોધી કાઢ્યો છે. બ્રિટનની સસેકસ યુનિ.એ હાઇ-ફ્રિકવન્સીવાળા અવાજનાં મોજાંની મદદથી વટાણા કરતા મોટા ન હોય એવા કોઇ પણ ખાદ્ય પદાર્થને હવામાં તરતા રાખવાની ટેકનોલોજી શોધી છે. શક્તિશાળી અવાજનાં મોજા કોઇ પણ વસ્તુને વજન વગરની કરી નાખે છે. જો આ ટેકનોલોજીને રેસ્ટોરાંમાં લઇ જવાય તો લોકો ખાદ્ય પદાર્થોને હવામાં તરતા જોઇ શકે છે. વળી જો કોઇ વસ્તુ તેમને ગમી જાય તો તે ખાઇ પણ શકે છે
ભવિષ્યમાં હોટેલોમાં ખાદ્ય-પદાર્થો હવામાં તરતા હશે
Previous Articleઆ રીતે બનાવો સ્પેશીયલ પાનનાં લાડુ
Next Article HEROએ બનાવી ક્લાસિક બાઇક તો તમે પણ વસાવો.