શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સંભવિત વાયુ વાવાઝોડાની પિરસ્થિતિને ધ્યાનમાં રાખી શહેર ભાજપ દ્વારા શહેરના કરણપરા સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર સાઈકલોન કંટ્રોલ રૂમ કાર્યરત છે ત્યારે શહેર ભાજપના વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓ તથા ચૂંટાયેલ પાંખના પ્રતિનિધિઓ દ્વારા ર4 કલાક કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવવામાં આવી રહી છે ત્યારે આ કંટ્રોલ રૂમ ખાતે દરેક વોર્ડમાંથી કાર્યર્ક્તાઓ સ્વૈચ્છિક રીતે સેવા આપી રહયા છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ફુડ પેકેટ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તે માટે ફુડ પેકેટો પણ તૈયાર કરી કાર્યાલય ખાતે રાખવામાં આવેલ છે.
ત્યારે શહેર ભાજપ અને વિવિધ મોરચાઓ દ્વારા શહેરના છેવાડાના વિસ્તારોમાં ફુડપેકેટ વિતરણ કરવામાં આવ્યુ હતું, જેમાં કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ તેમજ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડની આગેવાની હેઠળ આ ફુડપેકેટની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
વોર્ડ નં.7માં આવેલ ભવાનીનગર વિસ્તારમાં દેવાંગ માંકડ, જીતુ સેલારા, રમેશભાઈ પંડયા, કિરીટ ગોહેલ, રમેશ દોમડીયા, અજય પરમાર, મીનાબેન પારેખ, જીતુભાઈ મહેતા, કાળુભાઈ ઓડ, સંદીપ ડોડીયા, જયુભાઈ રાઠોડ, દીનેશભાઈ સોલંકી, શાહનવાઝ હુસેન, પપુ ચૌહાણ, ભગવાનજીભાઈ ઓડ, જગાભાઈ ઓડ, મયુરભાઈ ઓડ, જીતુભાઈ ઓડ, જીજ્ઞેશભાઈ ઓડ, વિજયભાઈ ચાવડા, સુખાભાઈ બારૈયા તેમજ થોરાળા વિસ્તાર ખાતે કિશોર રાઠોડ, મહેશ રાઠોડ, મહેશ બથવાર, વોર્ડ નં.4 ભગવતીપરા નદી કાંઠામાં અશ્વીન મોલીયા, સંજય ગોસ્વામી, કાનાભાઈ ડંડેયા, મહેશ મિયાત્રા, અજય લોખીલ, દેવદાન કુંગશીયા, ટીનાભાઈ બોરીચા, દીનેશભાઈ ચૌહાણ સહીતના જોડાયા હતા.