સરકારી એજન્સી એફ.એસ.એસ.એ.આઈ.એ ઓનલાઈન સિસ્ટમ હસ્તગત કરવા રાજયોને સુચના આપી

ફૂડની ચકાસણી અને નમૂના હવે ઓનલાઈન થઈ શકશે. ખોરાકમાં સલામતી અંગે ચકાસણી મામલે પારદર્શકતા લાવવા એફએસએસએઆઈ ઓનલાઈન કામ કરશે. એફએસએસએઆઈ તે સરકારી એજન્સી છે અને ફૂડ સેફટી ઈન્સ્પેકશન અને સેમ્પલિંગનું કામ કરે છે. એફએસએસએઆઈએ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કર્યું છે અને તમામ રાજયોને આ સિસ્ટમ બનતી ત્વરાએ હસ્તગત કરી લેવા સુચના આપી દીધી છે.

આ એક વેબ આધારીત ફોસકોરિસ સિસ્ટમ છે. આ સમાન પ્લેટફોર્મ પર એફએસએસએઆઈની પેટા એજન્સીઓ, ફુડ સેફટી ઓફિસરો ખાદ્ય ઉધોગો, ફુડ સેફટી કમિશનરો વિગેરેને આવરી લેવાયા છે.

ઓનલાઈન ચકાસણીથી કામ ઝડપી થશે અને ખાદ્ય ચકાસણી અને નમુના માટેની અરજીઓ પેન્ડીંગ પડી રહેલી હતી તે સ્થિતિ ઉભી નહીં થાય. આ ઉપરાંત સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થઈ જતા ભ્રષ્ટાચારને પણ અવકાશ નહીં રહે. ઓનલાઈન ફુડ ઈન્સ્પેકશન અને સેમ્પલિંગમાં પ્રથમ તબકકામાં ૧૦ રાજયોને આવરી લેવાયા છે. આ ઓનલાઈન સિસ્ટમ હસ્તગત કરતા અને સર્વિસનો લાભ લેતા રાજયો પાસેથી તદન ન્યુનતમ ભાડુ માત્ર રૂ૫૦૦ પ્રતિમાસ લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.