જૂનાગઢ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનની ચાલતી કામગીરીને વેગવાન બનાવવા અને ન ચાલુ થયા હોય તેવા કામો બે દિવસમાં શરૂ કરવા અન્ન પુરવઠા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ જિલ્લાના અધિકારીઓને સુચના આપી હતી. સંગઠનના પદાધિકારીઓએ ગ્રામજનોને તળાવ ઉંડા કરવાની કામગીરીમાં પોત્સાહિત કરી સંકલન રાખવા જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૩૭ તળાવના કામો ૫૦ ટકા લોક ભાગીદારી અને ૫૦ ટકા સરકારી ગ્રાંટથી બનાવવાની કામગીરી ચાલી રહી છે. મનરેગાના ૧૫૨ કામો શ્રમિક ભાઇ બહેનોને રોજગારી આપીને ચાલી રહયા છે.
સમગ્ર રાજયમાં સુજલામ સુફલામ જળ સંચય અંતર્ગત કામો લોક પ્રતિસાદ સાથે ચાલી રહયા છે તેમાં જૂનાગઢ જિલ્લો પણ જોડાયો છે. જૂનાગઢ જિલ્લામાં તમામ તાલુકામાં કુલ ૧૩૭ કામો કે જે તળાવ ઉંડા કરવાના છે તેને માસ્ટર પ્લાનમાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત નગરપાલિકા અને મહાનગર પાલિકા અને મનરેગાના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે.પ્રભારી મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાએ જિલ્લાના ચાલતા કામોમાં પ્રગતિ અને જે કામો હજુ શરૂ ન થયા હોય ત્યાં કામો તાત્કાલિક શરૂ કરવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ ખાત્રી આપી હતી કે લોક ભાગીદારીના ફંડનો પણ પ્રશ્ન રહેશે નહીં. માંગરોળ-માળીયા તાલુકામાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તળાવ ઉંડા કરવા લોક ભાગીદારી ફંડ આપવામાં આવશે.
આ તકે કલેકટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે જે પણ લોકો કે ખેડૂતો તેમના ગામનું તળાવ કે ચેકડેમ જાતે ઉંડુ કરી માટી લઇ જવા માંગતા હોય તેમને મંજુરીની જરુર નથી. એક મહિના સુધી સરકારે આ કામગીરી માટે ખેડૂતોને છુટ આપેલી છે. માત્ર કામ શરુ કરવા અંગે પ્રાંત અધિકારીને જાણ કરવાની છે.જિલ્લામાં ૧૦૦ ટકા લોક ભાગીદારીથી પણ કામો ચાલી રહયા છે.
બેઠકમાં ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડનાં ચેરમેનશ્રી મુળુભાઇ બેરા, સાંસદ સભ્યશ્રી રાજશેભાઇ ચુડાસમા, ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ, શ્રી વેલજીભાઇ મસાણી, જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી કીરીટભાઇ પટેલ, પુર્વ સંસદિય સચિવશ્રી એલ.ટી.રાજાણી, પુર્વ ધારાસભ્યશ્રી વંદનાબેન મકવાણા, અરવીંદભાઇ લાડાણી, માધાભાઇ બોરીચા, ભગવાનજીભાઇ કરગઠીયા, સામતભાઇ રાઠોડ, અગ્રણીશ્રી દિનેશભાઇ ખટારીયા, હીરેનભાઇ સોલંકી, ઠાકરશીભાઇ જાવીયા, હરીભાઇ રીબડીયા, ગોવીંદભાઇ બારીયા, શ્રી અમુભાઇ પાનસુરીયા, રમણીકભાઇ દુધાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૈાધરી, નિવાસી અધીક કલેકટરશ્રી પી.વી.અંતાણી, કા.ઈ.શ્રી પટેલ, શ્રી વ્યાસ, શ્રી સિંધલ, પ્રાંત અધિકારીશ્રી રાવલ, શ્રી જેઠવા, શ્રી રેખાબા સરવૈયા, સુશ્રી જે.સી.દલાલ, શ્રી વાળા, ઈન્ફોર્મેટીક ઓફીસર શ્રી ખુંટી, નાયબ માહિતી નિયામકશ્રી રાજુ જાની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકશ્રી જે.કે.ઠેશીયા, નાયબ મ્યુનિ. કમિશ્નરશ્રી નંદાણીયા સહિત તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, આગેવાનો, સુજલામ સુફલામ જળ અભીયાન સાથે સંકળાયેલ કર્મચારી/અધીકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com